________________
કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ
કાશીમાં આવીને પંડિતજી અને વ્રજલાલે જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોના અભ્યાસ માટે પ્રયાસો કર્યા, પરંતુ તેઓને તેમાં ધારેલી સફળતા મળી નહિ. કાશીમાં રહેઠાણનો પ્રશ્ન તો ઊકલી ગયો, પરંતુ અભ્યાસનો પ્રશ્ન ઊકલતો નહિ. પંડિતજી પોતે પગાર આપીને પંડિત પાસે વૈદિક દર્શનોનો અભ્યાસ કરવાની દરખાસ્ત મૂકતા, પણ કોઈ પંડિત જૈન વ્યક્તિને ભણાવવા તૈયાર થતા નહિ. એ કાળે બ્રાહ્મણો અને જનો વચ્ચેનો વિસંવાદ પ્રમાણમાં તીવ્ર હતો. કાશીમાં જૈનોની એટલી વસતી નહોતી. બીજી બાજુ બ્રાહ્મણ પંડિતોને એ કાળે જૈન દર્શન પ્રત્યે એટલો આદર નહોતો. પંડિતજી વૈદિક દર્શન ભણવાની દરખાસ્ત મૂકે તો તેઓ વહેમાતા કે “આ ભાઈ જૈન હોવા છતાં શા માટે વૈદિક દર્શન ભણવા માગે છે? એમનો આશય ભણીને વૈદિક દર્શનનું ખંડન કરવાનો જ હોવો જોઈએ, એટલે એને વૈદિક દર્શન કેમ ભણાવાય ?' વ્રજલાલ બ્રાહ્મણ હતા એટલે એમને વૈદિક દર્શન ભણાવવામાં શો વાંધો હોઈ શકે ? પરંતુ બ્રાહ્મણ વ્રજલાલ અને જેન પંડિતજી બંને ગાઢ મિત્રો હતા અને સાથે જ રહેતા હતા. વ્રજલાલને વૈદિક દર્શનો ભણાવવાથી તેનો લાભ સુખલાલ ઉઠાવે તો ? આથી કાશીમાં કોઈ પંડિતો વ્રજલાલ અને પંડિતજી બંનેને ભણાવવા ઉત્સુક નહોતા.
આ પરિસ્થિતિમાં કાશીને બદલે અન્ય સ્થળે રહીને ત્યાંના કોઈ પંડિત પાસે અભ્યાસ કરવાની શક્યતા કેવી છે તેનો વિચાર તેઓએ કર્યો. તેઓ બંને આગ્રાથી
ગ્વાલિયર અને વૃંદાવન જઈ તપાસ કરી આવ્યા. ગ્વાલિયર ગયા પણ ત્યાંના પંડિતો વિદ્યાભ્યાસ માટે પોતાને અનુકૂળ લાગ્યા નહિ. ત્યાંથી તેઓ વૃંદાવન ગયા. ત્યાં રામાનુજી પંડિત સુદર્શનાચાર્ય એક પ્રકાંડ પંડિત હતા. પરંતુ હવે તેઓ વયોવૃદ્ધ થઈ ગયા હતા. તેમણે હવે વિદ્યાર્થીઓને ભણવવાનું બંધ કર્યું હતું. આમ આ પ્રયત્નોમાં તેમને સફળતા ન મળી, એટલે કાશીમાં જ રહીને ભણવાનો વિચાર કરવો પડે તેમ હતો. કાશીમાં પંડિતોની સંખ્યા મોટી હતી. એટલે કોઈક રસ્તો નીકળી આવશે એવી તેઓને શ્રદ્ધા હતી.
બહારગામથી કોઈ પંડિતને કાશીમાં બોલાવીને એમની પાસે અધ્યયન કરી શકાય કે કેમ તે વિશે પણ તેઓએ પ્રયાસ કરી જોયો. પોતાને જેમની પાસે ભણવું ગમે એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org