________________
૯૨ • પંડિત સુખલાલજી બેસીને લખવાનું પણ ગોઠવ્યું. આ રીતે એમણે પ્રસ્તાવનાનું લેખનકાર્ય શરૂ કર્યું. એમાં તેઓ વખતોવખત સુધારાવધારા પણ કરતા ગયા. આમ કરતાં કરતાં પોતાની લેખનશક્તિ માટે એમનામાં આત્મવિશ્વાસ વધતો ગયો. પોતે હવે સ્વતંત્ર રીતે લેખનકાર્ય કરી શકે છે એવી પોતાને ખાતરી થઈ.
- પંડિતજી માટે “સન્મિત્ર શ્રી કપૂરવિજયજીએ જે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અંધત્વની પરાધીનતાને લીધે સુખલાલ લેખનકાર્ય નહિ કરી શકે, એ અભિપ્રાય ખોટો ઠરાવવાનું સદ્ભાગ્ય પોતાને સાંપડ્યું છે, એથી પંડિતજીને ઘણો આનંદ થયો હતો. “કર્મગ્રંથ'ના પહેલા ભાગની પ્રસ્તાવના લખાઈ ગઈ એટલે બીજા અને ત્રીજા ભાગની પ્રસ્તાવના લખવાનું સરળ થઈ ગયું. ત્યાર પછી એનાં પરિશિષ્ટો પણ તૈયાર થયાં. લેખનકાર્યનો આ જ સરસ અનુભવ થયો એથી તેમનો ઉત્સાહ એટલો બધો વધી ગયો કે કર્મગ્રંથ'ના ચોથા ભાગના પોતે તૈયાર કરેલા અનુવાદનું જે લખાણ એમણે પ્રેસને આપ્યું હતું તે લખાણ તેમણે રદ કર્યું અને નવેસરથી નવી શૈલીથી એ લખાણ એમણે તૈયાર કર્યું. પરિશિષ્ટોમાં પણ અનેક પારિભાષિક શબ્દોના અર્થ તેમણે વિસ્તારથી સમજાવ્યા. આથી કર્મસિદ્ધાન્તના અભ્યાસીઓ માટે આ એક પ્રમાણભૂત ગ્રંથ તૈયાર થયો. એટલે જ પંડિતજીનો આ અનુવાદ હજુ આજે પણ એટલો જ મહત્ત્વનો ગણાયછે.
પંડિતજી અને રમણીકલાલ મોદી જ્યારે કર્મગ્રંથનાં પરિશિષ્ટો તૈયાર કરતા હતા, ત્યારે વિવિધ જૈન પારિભાષિક શબ્દો વિશે એટલી બધી સામગ્રી ઉપલબ્ધ થવા લાગી હતી કે તેઓને એમ લાગ્યું કે કર્મગ્રંથોનું કાર્ય પૂર્ણ કર્યા પછી જૈન પારિભાષિક કોશ પણ તૈયાર કરવો જોઈએ એમાં શબ્દોના અર્થ અને વ્યુત્પત્તિ આપવા ઉપરાંત બૌદ્ધ અને વૈદિક દર્શનોમાં આવતા એવા અથવા સમાન્તર શબ્દોનું ઐતિહાસિક તેમ જ દર્શનિક દૃષ્ટિએ તુલનાત્મક અધ્યયન પણ તેમાં આપવું જોઈએ. તેઓએ એ માટે સાથે મળી કામનો આરંભ તો કર્યો, પરંતુ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ લાગ્યું કે એકલે હાથે આ કામ જલદી થઈ શકે એવું નથી. એમાં સહાયકોની જરૂર પડે એમ છે. એ બધું ખર્ચ ઉઠાવવા કોઈ તૈયાર થાય તો જ તે કામ થઈ શકે. એટલે તત્કાલ પૂરતું એ કામ એમણે મુલતવી રાખવાનું વિચાર્યું.
પંડિતજી અને રમણીકલાલ મોદીએ પારિભાષિક કોશ માટે જુદા જુદા પ્રકારના પારિભાષિક કોશોનું અવલોકન કર્યું તથા કેટલીક કાચી સામગ્રી તૈયાર પણ કરી લીધી હતી. પરંતુ જાણે એ યોજના પાર પડવાની ન હોય એમ એ વખતે ભારતના ઘણા ભાગોમાં ઇન્ફલૂએન્ઝાના તાવનો ચેપ મોટા પાયે ફેલાયો. આગ્રામાં પણ તે આવ્યો. કેટલાયે લોકો મૃત્યુ પામ્યા. પંડિતજીની સાથે વર્ષોથી સહાયક તરીકે કામ કરનાર ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org