________________
મહેસાણા અને વીરમગામ
અધ્યાપન કરાવવાને નિમિત્તે પંડિતજીને જુદે જુદે સ્થળે જવાનું થતું અને વિવિધ અનુભવો થતા હતા. એમને જે કેટલાક સાધુઓનો પરિચય થયેલો તેમાંના બીજા એક * તે શ્રી લબ્ધિવિજયજી મહારાજ પણ હતા.
શ્રી વિજયવલ્લભસૂરિજીની ગુરુકુળની વિચારણાનો સ્વીકાર થાય અને એમાં પંડિતજીને અધ્યાપક તરીકે કાર્ય કરવાની જવાબદારી પ્રાપ્ત થાય એવી સંભાવના તો ઘણી દૂર હતી. વળી તે યોજના ક્યારે કેવો આકાર લેશે તે પણ અનિશ્ચિત હતું. આ સંજોગોમાં આજીવિકા અર્થે આગ્રાનું કેન્દ્ર પંડિતજીને યોગ્ય લાગ્યું હતું. એટલે પોતે વતનમાંથી આગ્રા પહોંચ્યા. ત્યાં તેમને વિવિધ પ્રકીર્ણ કામ મળ્યું હતું. આગ્રામાં પરિચિતોની સંખ્યા પણ વધતી જતી હતી. ક્યાંક જાહેર કાર્યક્રમોમાં, મેળાવડાઓમાં ભાષણ કરવાના પ્રસંગો પણ પ્રાપ્ત થયા હતા. આગ્રાથી દિલ્હી નજીક હતું એટલે ક્યારેક એવા જાહેર કાર્યક્રમો માટે તેમને દિલ્હી જવાનું નિમંત્રણ પણ મળતું હતું.
એક વખત પોતાના પરિચયમાં આવેલા શ્રી લબ્ધિવિજયજીએ અધ્યયન કરાવવા માટે પંડિતજીને દિલ્હી આવવા કહ્યું, પરંતુ પંડિતજીએ નિર્ધાર કરી લીધો હતો કે પોતાને સ્થાને જે સાધુ આવી શકે એમ હોય તેમને ભણાવવા. એટલે એમણે શ્રીલમ્બિવિજયજીની એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. પણ શ્રી લબ્ધિવિજયજીને અધ્યયનની તાલાવેલી હતી. એટલે ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરીને તેઓ આગ્રા આવી પહોંચ્યા અને ત્રણેક મહિના રહી ત્યાં અધ્યયન કર્યું હતું.
શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્ય શ્રી હંસવિજયજીને ભણાવવાનો અનુભવ પંડિતજીને પાલનપુરમાં થઈ ગયો હતો. પંડિતજી પાલનપુરથી લીમલી ઘરે જઈ, પાછા આગ્રા પોતાના કેન્દ્રમાં પહોંચી ગયા હતા. એવામાં એમને મુંબઈથી શેઠ હેમચંદભાઈનો તાર મળ્યો. હેમચંદભાઈ શ્રી વિજયવલ્લભસૂરિજીના ભક્ત હતા. એટલે તાર એમણે જ કરાવ્યો હશે એવું અનુમાન થયું અને તે સાચું પડ્યું. પંડિતજી મુંબઈ પહોંચ્યા. જર્મન સ્કોલર હર્મન યાકોબી ભારતમાં ફરીને જર્મની પાછા જઈ રહ્યા . હતા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંડિતજીનો તેમની સાથે પરિચય કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org