________________
બાલ્યકાળનાં સંસ્મરણો – ૧૫ કાશીમાં તમાકુએ જુદા સ્વરૂપે એમને મોહિની લગાડી હતી. પોતે વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે અંધ હોવાને કારણે વાંચવા માટે એક પગારદાર માણસ રાખ્યો હતો. એ વાચક સાંજે આવીને વાંચતો, પંડિતજીને સાંજે પેટ ભરીને ભોજન લીધું હોય એટલે ઊંઘ આવતી. ઊંઘ ઉડાડવા માટે પંડિતજીએ છીંકણીનો પ્રયોગ કર્યો હતો. છીંકણી સૂંઘવાથી ઊંઘ ઊડી જતી. પરંતુ એમ કરતાં કરતાં પંડિતજીને છીંકણી સૂંઘવાનું વ્યસન થઈ ગયું હતું. સાંજે જમ્યા પછી ઊંઘ ન આવે એ માટે ઓછું ભોજન લેવું એ એક, ઉપાય હતો. પછીથી પંડિતજીએ એ ઉપાય અજમાવ્યો હતો. પણ છીંકણીનું વ્યસન છૂટ્યું નહોતું. કાશીમાં વિદ્યાભ્યાસ કર્યા પછી પંડિતજીએ ગુજરાતમાં આવીને કેટલાંક સાધુ-સાધ્વીઓને ભણાવવાનું ચાલુ કર્યું હતું, ત્યારે પણ એમનું છીંકણીનું વ્યસન છૂટ્યું નહોતું. સાધુ-સાધ્વીના કહેવાથી શ્રાવકો પાસેથી મફત છીંકણી પંડિતજીને મળતી હતી. એથી એ વ્યસન ચાલુ જ રહ્યું હતું. ૧૯૨૧માં પોતે કાકા કાલેલકરને અક્ષપાદનાં ન્યાયંસૂત્રો' ભણાવતા હતા, ત્યારે વચ્ચે છીંકણી સૂંઘતાં સંકોચ થતો હતો, તો પણ આ વ્યસન છૂટ્યું નહોતું. ૧૯૨૫ સુધી આ વ્યસન ચાલુ રહ્યું હતું. એક વખત છીંકણી સૂંઘવાથી પંડિતજીને બહુ જ ચક્કર આવ્યાં હતાં. તે દિવસે દૃઢ સંકલ્પપૂર્વક છીંકણીની ડબ્બી એમણે ફેંકી દીધી હતી. એ રીતે એમણે કાયમ માટે છીંકણી છોડી દીધી હતી.
કિશોરાવસ્થામાં પંડિતજી એક વખત પોતાના બે મિત્રો સાથે તળાવિકનારે શૌચક્રિયા માટે ગયા હતા. ત્યાંથી આવી તળાવમાં લોટો માંજીને ત્રણેય જણ ત્યાં રમવા લાગ્યા એવામાં એવી શરત બકી કે પાછે પગલે તળાવની બાંધેલી પાળ સુધી જવું અને ત્યાંથી પાછા પગલે નીચે ઊતરવું. ત્રણેએ ચાલુ કર્યું, પરંતુ એમ રમવા જતાં, ગણતરીમાં થોડાંક પગલાંનો ફક પડતાં પંડિતજી નીચે વાડમાં જોરથી પડ્યા અને શરીરે ઘણા બધા કાંટા ભોંકાઈ ગયા. પેલા બે મિત્રો તો પોતાનો વાંક આવશે એમ સમજીને તરત ઘરે ભાગી ગયા. પંડિતજીએ ચીસાચીસ કરી, પણ ત્યાં કોઈ હતું નહિ. એવામાં એમના એક કાકા ઓઘડદાસ ત્યાં આવી પહોંચ્યા. એમણે પંડિતજીને વાડમાંથી બહાર કાઢ્યા અને ઘરે લઈ આવ્યા. ઘરે પહોંચતાં પંડિતજી બેભાન થઈ ગયા. ચાર કલાકે જાગ્રત થયા ત્યારે જોયું કે એમના આખા શરીરે તેલ લગાડી ચીપિયા વડે કાંટા કઢાઈ રહ્યા હતા. ચારેક દિવસ વેદના રહી હતી, પણ પછી ક્રમે ક્રમે મટી ગયું હતું. પરંતુ તે દિવસથી પંડિતજીને ખોટું સાહસ ન કરવાનો સારો બોધપાઠ મળ્યો હતો. એક-બે સૈકા પહેલાં સમગ્ર હિન્દુસ્તાનમાં ચોર-લૂંટારુઓનો અને ધાડપાડુઓનો ઘણો ભય રહેતો. અંગ્રેજોના આગમન પછી અંગ્રેજી હકૂમતના પ્રદેશોમાં એવી બાબતો થોડી અંકુશમાં આવી હતી, તો પણ સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં બહારવિટયાઓનો ભય સતત રહેતો. દિવસે કે રાત્રે ગમે ત્યારે તેઓ ગામમાં ધાડ પાડવા ચડી આવતા. પોતાનાં હથિયારો વડે ગામના લોકોને તેઓ વશ રાખતા. સામે થના૨ને તેઓ મારી નાખતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org