________________
કિશોરકાળ : ૧૯ જ નહિ પંડિતજીને એ પણ આવડતું હતું. વળી એમને ઝાડ પર ચડતાં પણ આવડી. ગયું હતું. પંડિતજીને ઊંટની સવારી કરતાં પણ આવડી ગયું હતું. એમના પિતાજી એમને લીમલીથી વઢવાણ ઉઘરાણી માટે મોકલતા ત્યારે તેઓ ઊંટ પર બેસીને તા.
પંડિતજીની સ્મરણશક્તિ અને નવું શીખવાની ઉત્કંઠા શાળામાં વખણાતી હતી. એ જમાનામાં લીમલી જેવા નાના ગામડામાં એવી તક ઘણી ઓછી રહેતી, તેમ છતાં તેવી તક જ્યારે મળે ત્યારે પંડિતજી તે ગુમાવતા નહિ. ગામના ચોરામાં ચોમાસામાં બ્રાહ્મણ પુરાણી કથા કરતા, બાવા-સંન્યાસીઓ તુલસી-રામાયણ વાંચતા, ભાટ ચારણો લોકકથાઓ કહેતા, જેન સાધુસાધ્વીઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતાં, કબીરપંથી સાધુઓ પોતાનાં પદો લલકારતા, ગામબહારની ધર્મશાળામાં સ્ત્રીપુરુષો એકઠાં થઈ ભજનો ગાતાં, શેરીઓમાં કન્યાઓ બુલંદ સ્વરે ગરબા ગાતી. આ બધામાં કિશોર વયના પંડિતજીને બહુ રસ પડતો. પ્રત્યેક વિષયની જાણકારી મેળવવા તેઓ બહુ ઉત્સુક રહેતા.
પંડિતજીના કિશોરકાળમાં અંગ્રેજી પદ્ધતિની કેળવણી શહેરોમાં દાખલ થઈ ચૂકી હતી. અંગ્રેજી પ્રત્યેનો મોહ લોકોમાં વધતો જતો હતો, કારણ કે ત્યારે શાસનકર્તા અંગ્રેજો હતા. પંડિતજીના મોટા ભાઈ વઢવાણમાં અંગ્રેજી હાઈસ્કૂલમાં ભણવા ગયા હતા, પરંતુ લહેરી સ્વભાવને કારણે તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા ન હતા.
પંડિતજીને અંગ્રેજી ભણવાનો શોખ હતો. અંગ્રેજી લિપિ લખતાં તેઓ શીખી ગયા હતા. કોઈ અંગ્રેજીમાં બોલે તો તેઓ સમજતા નહિ, પણ મુગ્ધભાવે સાંભળતા. પોતાને એવું ક્યારે શીખવા મળશે તે વિશે તેઓ સ્વપ્નાં સેવતા, પરંતુ પિતાજીને ધંધામાં મદદની જરૂર હતી. એટલે તેમને દુકાને બેસાડવા ઈચ્છતા હતા. કાકાઓનો પણ આગ્રહ એવો હતો કે સુખલાલ હાઈસ્કૂલમાં ભણવા ન જાય અને ધંધામાં મદદ કરે. પરિણામે પંડિતજીને શાળાનો અભ્યાસ છોડવો પડ્યો હતો.
વિ. સં. ૧૯૫૨ (ઈ. સ. ૧૮૯૬) માં પંડિતજીનાં મોટી બહેનનાં લગ્ન થયાં એ પ્રસંગે પિતાજીએ પોતાની શક્તિની ઉપરવટ જઈને ખર્ચ કર્યું હતું, કંઈક દેખાદેખીથી, કંઈક મોટાઈના ખ્યાલથી, કંઈક સમય પારખવાની અશક્તિને લીધે. નવો ચીલો પાડવાની હિંમતના અભાવથી પિતાજીએ ઘણું બધું ખર્ચ કરી નાખ્યું, પણ પછી તેઓ માનસિક તાણ અનુભવતા હતા. એ જ વર્ષે કિશોર પંડિતજીનાં લગ્ન લેવાનું પણ વિચારાયું હતું. પંડિતજીની સગાઈ તો થઈ ગઈ હતી અને બાળલગ્નોનો એ જમાનો હતો. પરંતુ વેવાઈએ એક વર્ષ પછી લગ્ન લેવાનો આગ્રહ રાખ્યો, એટલે વાત વિલંબમાં પડી ગઈ હતી.
પંડિતજીના કિશોરકાળના ગુજરાત સૌરાષ્ટ્રનું લોકજીવન સામાન્ય પ્રકારનું હતું. એ દિવસોમાં પાણી માટેના નળ નહોતા. કૂવામાંથી પાણી ખેંચીને કાઢવું પડતું. સફાઈ કરવામાં પાણીની કરકસર થતી. ગંદવાડથી લોકો ટેવાઈ ગયા હતા. એંઠા-જૂઠાનો પણ વિવેક ઓછો હતો. એમાં પણ જુદી જુદી કોમમાં જુદી જુદી રહેણીકરણી રહેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org