________________
ગૂજરાત વિદ્યાપીઠમાં સન્મતિતર્કનું' કાર્ય - ૧૧૧ ભિન્નભિન્ન વાદો વિશે ખંડનમંડન સાથે, બહુ સવિસ્તર અને તલસ્પર્શી ચર્ચાવિચારણા કરી છે. એટલે વાદમહાર્ણવ' માત્ર ટીકા ન રહેતાં પોતે જ એક સ્વતંત્ર સમર્થ ગ્રંથ બની ગયો છે. દર્શનશાસ્ત્રનો તે આકરગ્રંથ છે.
પંડિતજીએ ‘વાદમહાર્ણવ'ની ભિન્ન ભિન્ન એવી ૨૯ હસ્તપ્રતોના આધારે ‘સન્મતિતર્ક’ અને ‘વાદમહાર્ણવ'નું સંપાદન કર્યું છે અને એની અધિકૃત વાચના આપી છે. એમાં પ્રસ્તાવના, પાઠાન્તરો, તુલનાત્મક ટિપ્પણો, પરિશિષ્ટો વગેરે આપવા સાથે એનું સંપાદન આધુનિક પદ્ધતિએ કરીને પંડિતજીએ એક મૂલ્યવાન સંગીન કાર્ય કર્યું છે. આ કાર્યની પ્રશંસા હર્મન જેકોબી જેવા પાશ્ચાત્ય વિદ્વાને પણ કરી છે. શ્રી. દલસુખભાઈ માલવાણિયાએ લખ્યું છે, આ ગ્રંથ ભારતીય દાર્શનિક ચર્ચાઓના વિશ્વકોષની ગરજ સારે તેવો એમણે તૈયાર કર્યો છે; તેથી ભારતીય વિદ્વદ્ જગતમાં તેમનું નામ સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે.’
ગૂજરાત વિદ્યાપીઠમાં પંડિતજીને આ સંશોધન-સંપાદનનું અતિશય શ્રમભરેલું કાર્ય પૂરું કરતાં નવ વર્ષ લાગ્યાં હતાં. આ ગ્રંથ પાંચ ભાગમાં છપાયો છે. અને છઠ્ઠા ભાગમાં પ્રતિપરિચય, પ્રસ્તાવના, મૂળ કૃતિનો અનુવાદ વગે૨ે આપ્યાં છે. ‘સન્મતિતર્ક’ માટે પંડિતજી વિદ્યાપીઠમાં જે લગનીથી સતત પરિશ્રમપૂર્વક કાર્ય કરતા હતા તે કાર્ય મહાત્મા ગાંધીજીએ નજરે જોયેલું હતું. એથી જ સન્મતિતર્ક'નું કાર્ય પૂરું થયું ત્યારે ગાંધીજીએ પંડિતજીને થોડો વખત આરામ કરવાની ભલામણ કરી હતી. ગાંધીજીની પ્રેરણાથી જ વિદ્યાપીઠમાં ‘સન્મતિતર્ક’નું કાર્ય થઈ શક્યું હતું. એટલે જ પંડિતજીએ આ ગ્રંથ ગાંધીજીને અર્પણ કર્યો છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org