________________
પરિભ્રમણ
પોતે જ્યારે પૂનામાં હતા ત્યારે પંડિતજીને વઢવાણના એક ડૉક્ટર અમરશીભાઈ મળવા આવેલા. તેઓ પંડિતજીના મોટા ભાઈના મિત્ર હતા. પંડિતજીએ એમનું સારું સ્વાગત કરેલું, કારણ કે ડૉક્ટરે પંડિતજીની લીમલીમાં સારવાર કરેલી, પંડિતજી એમને કાર્લાની ગુફાઓ જોવા લઈ ગયેલા. અને પૂનાના જૈન સંઘના સ્વામિવાત્સલ્યમાં પોતાની સાથે લઈ જઈ, પોતાની બાજુમાં બેસાડી જમાડેલા. ડૉક્ટર જાતના દરજી હતા. પરંતુ પંડિતજીના આ ઉદાર વલણથી પ્રભાવિત થયા હતા, કારણ કે સામાન્ય રીતે એવી છાપ ત્યારે પ્રવર્તતી હતી કે કાશીના પંડિતો જાતિવાદમાં અને આભડછેટમાં બહુ કટ્ટર હોય છે. ડૉક્ટર પોતે પણ ગાંધીજીની અસર હેઠળ આવેલા અને અસ્પૃશ્યતામાં માનતા નહોતા. પુનાની મુલાકાત પછી ડૉક્ટર અમરશીભાઈને પંડિતજી પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો.
પંડિતજી પોતાની દવા કરાવવા વઢવાણવાળા ડૉ. અમરશીભાઈને ત્યાં ઊતર્યાં. અને એમને રસોડે જમવાનું રાખ્યું. પંડિતજી જૈન વાણિયા અને ડૉ. અમરશીભાઈ જાતના દરજી, બંને સુધારક હતા. એ જમાનામાં અસ્પૃશ્યતા અને જ્ઞાતિભેદનાં બંધનો અત્યંત દૃઢ હતાં. ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે સમગ્ર ભારતમાં ઘણી મોટી ઝુંબેશ ઉપાડેલી અને એથી કેટલેય ઠેકાણે જ્ઞાતિબંધનોનો ભંગ કરવાના બનાવો સુધારકો દ્વારા બનતા. પંડિતજી અમરશીભાઈને ત્યાં જમતા એ ઘટનાએ એ દિવસોમાં થોડી ચકચાર ગાડેલી, પરંતુ પંડિતજીને એની દરકાર નહોતી. એમણે નોંધ્યું છે કે ‘પોતાને’ ક્યાં દીકરા-દીકરી પરણાવવાનાં હતાં કે જ્ઞાતિથી ડરવું પડે ?”
લીમલીમાં પંડિતજી તબિયત સુધારવા રોકાયા હતા. અને એક દિવસ પોતાના કુટુંબની દુકાનના ઓટલે બેઠા હતા. ત્યારે અચાનક કોઈનો અવાજ આવ્યો. ‘કેમ છો પંડિતજી ” પંડિતજી અવાજ પરથી તેમને ઓળખી શક્યા નહિ. એ પૂછનાર વ્યક્તિ તે મુનિ શ્રી જિનવિજ્યજી હતા.
પંડિતજીને આશ્ચર્ય થયું કારણ કે શ્રી જિનવિજ્યજી તો હાલ પૂનામાં છે, ત્યાંથી તેઓ વિહા૨ કરીને આટલા જલદી કેવી રીતે આવે ? શ્રી જિનવિજયજીએ ખુલાસો કર્યો કે પોતે સ્વેચ્છાએ, ગુરુભગવંતની સંમતિથી મુનિપણું છોડી દીધું છે અને રેલવેનો પ્રવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org