________________
સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અંતરાયો • ૧૦૭ દરમિયાન શ્રી રમણીકલાલ મોદી આગ્રા છોડી ગાંધીજીના આશ્રમમાં ચાલ્યા ગયા. એટલે પંડિતજીને પોતાના વાચનમાં સહાય કરે એવી કોઈ વ્યક્તિ આગ્રામાં એમની સાથે રહી નહિ. બધું જ એકલે હાથે કરવાનું થયું.
તે સમયે પંડિતજીને સંસ્કૃત અને પ્રાકૃતના જાણકાર એક પંડિત રામનારાયણજી મળવા આવ્યા. તેમણે પંડિતજીના ગ્રંથનાં પ્રૂફ તપાસી આપવાનું સ્વીકાર્યું. એટલે પંડિતજીને આ કાર્યમાં થોડીક રાહત મળી.
આગ્રામાં પંડિતજીને જે તાવ આવ્યો તે કેમે કરી ઊતરતો નહોતો. એટલે તેઓ અજમેર, ફાલના વગેરે સ્થળે હવાફેર અને ઔષધોપચાર માટે ગયા. થોડા દિવસ ત્યાં રોકાઈ પંડિતજી પાછા આગ્રા આવી પહોંચ્યા હતા. પંડિતજીને પોતાના કાશીના એક વિદ્યાર્થી કે જે પંડિત તરીકે ભણાવતા હતા તે ભામંડળદેવનો મેળાપ થયો. પંડિતજીએ એમને પોતાના કામમાં જોડાવા માટે પૂછી જોયું. એમણે એ વાત સ્વીકારી અને આગ્રા આવીને રહ્યા. પંડિતજીના ગ્રંથોના કાર્યમાં તેઓ સહાય કરવા લાગ્યા, પરંતુ એ કામ પછી સ્થગિત કરવું પડ્યું. કારણ કે પંડિતજીને તાવ ઊતર્યો, પણ એમને હરસની પીડા થવા લાગી; લોહી પડવા લાગ્યું, એટલે ઉપચાર અને આરામ માટે તેઓ પોતાના ભત્રીજા-ભત્રીજી સાથે વઢવાણ આવી ગયા. વઢવાણમાં એક દિવસ પંડિતજી પોતાના કાકાની દુકાને હતા ત્યાં અચાનક ચક્કર આવતાં તેઓ બેભાન થઈને નીચે પડ્યા. તે વખતે સ્વજનોને ખ્યાલ આવ્યો કે પંડિતજીની તબિયત ઘણી બધી કથળી ગઈ છે. વઢવાણથી પંડિતજીને એમના વતન લીમલી લાવવામાં આવ્યા. કેટલાક દિવસ ત્યાં એમણે આરામ કર્યો. ત્યાં તેમની તબિયત સારી થવા લાગી એટલે વધુ દિવસ રોકાયા. ઘણાં વર્ષો પછી પંડિતજીએ પોતાના વતન લીમલીમાં દિવાળી અને નૂતન વર્ષના પર્વના દિવસો માણ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org