________________
જે જીવવાની કળા હસ્તગત કરે છે તેને સાધનો તથા સગવડની ઊણપ વિષે ફરિયાદ કરવાપણું હોતું નથી. તે તો પોતાની સામે જેવાં અને જેટલાં સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવાં સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે. તે વણમાગી આવીને ઊભી રહે છે. જે આવી જીવનકળા જાણતો નથી તે હંમેશાં આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે છે, અને તેની સન્મુખ ગમે તેટલાં અને ગમે તેવાં સાધનો ઉપસ્થિત હોય તો પણ તેનું મૂલ્ય સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કળા જ ધરાવતો નથી.
પંડિત સુખલાલજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org