________________
પંડિતજીની સિદ્ધિઓની કદર
પંડિતજીએ જીવનભર કરેલાં અધ્યયન, સંશોધન, લેખન, માર્ગદર્શન ઇત્યાદિની કદર કરવારૂપે વિવિધ સંસ્થાઓ, સમિતિઓ, યુનિવર્સિટીઓ તરફથી એમનું વખતોવખત માન-સન્માન થયું હતું જે નીચે મુજબ છે. ૧૯૪૭ – ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી એમને “શ્રી
વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચન્દ્રક' આપવામાં આવ્યો હતો. ૧૯૫૧ – ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં જૈન અને પ્રાકૃત વિભાગના પ્રમુખ તરીકે
તેમની વરણી થઈ હતી. ૧૯૫૬ - રાષ્ટ્રભાષા પ્રચાર સભા, વર્ધા તરફથી હિંદી ભાષાની સેવા માટે
એમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ૧૯૫૭ – મુંબઈ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં ડૉ. રાધાકૃષ્ણનના
પ્રમુખપદે અખિલ ભારતીય ધોરણે એમનું બહુમાન કરવામાં આવ્યું
હતું. ૧૯૫૭ – ગુજરાત યુનિવર્સિટીએ એમને ડી. લિ.ની માનદ પદવી આપી હતી. ૧૯૫૯ – “દર્શન અને ચિંતન' ગ્રંથ માટે દિલ્હીની સાહિત્ય અકાદમીએ
પારિતોષિક આપ્યું હતું. ૧૯૫૯ – મુંબઈ સરકાર (ગુજરાત અને મહારાષ્ટ્ર જુદાં થયાં તે પૂર્વેની
સરકાર) તરફથી દર્શન અને ચિંતન' ગ્રંથ માટે પારિતોષિક
આપવામાં આવ્યું હતું. ૧૯૬ ૧ - ઓરિએન્ટલ કૉન્ફરસ તરફથી ધર્મ અને તત્ત્વજ્ઞાન વિભાગના
પ્રમુખ તરીકે એમની વરણી થઈ હતી. ૧૯૬૧ - ભારત સરકારે એમને સંસ્કૃત ભાષા માટેનું સર્ટિફિકેટ ઓફ
ઓનર' આપ્યું હતું અને પેન્શાન બાંધી આપ્યું હતું. ૧૯૬ ૭ –
સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભ વિદ્યાનગર)એ એમને ડી. લિ.ની
માનદ પદવી આપી. ૧૯૭૩ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમને ડી. લિની માનદ્ પદવી આપી. ૧૯૭૪ – ભારત સરકારે એમને પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org