________________
ઉપાશ્રયમાં ૦ ૨૭ નિયમિત જતા. કેટલાંક સાધુસાધ્વી પાસેથી શીખીને તેમણે કેટલીક ગુજરાતી સઝાયો કંઠસ્થ કરી લીધી હતી. ત્યાર પછીના વર્ષમાં ચાતુર્માસમાં શ્રી દીપચંદજી મહારાજ નામના એક એકલ વિહારી સાધુ ચાતુર્માસ કરવા લીમલી પધાર્યા હતા. તેઓ વયોવૃદ્ધ હતા. પંડિતજી રોજરોજ એમની પાસે જતા અને એમની વૈયાવચ્ચ કરતા. એટલે બંનેને પરસ્પર અનુકૂળતા આવી ગઈ હતી. શ્રી દીપચંદજી મહારાજ પાસે પંડિતજી દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ વિશેના થોકડાઓ’ શીખ્યા અને એમાંના કેટલાક કંઠસ્થ પણ કરી લીધા. પંડિતજીએ તદુપરાંત એમની પાસેથી શીખીને ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિકસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની ઘણી ગાથાઓ કંઠસ્થ કરી લીધી.
અલબત્ત, ગાથાઓનો અર્થ સમજાતો નહોતો, તોપણ કંઠસ્થ કરવાનો આનંદ હતો. પંડિતજીને સંસ્કૃત સ્તોત્રો વગેરે કંઠસ્થ કરવાનું ગમે છે અને ફાવે છે એ જાણીને મહારાજે એમને ભક્તામર, સિદૂપ્રકરણ, કલ્યાણમંદિર, શોભનસ્તુતિ વગેરે સ્તોત્રો કિંઠસ્થ કરાવ્યાં. પંડિતજીને લીધે દીપચંદજી મહારાજને લીમલી પધારવાનું વારંવાર મન થતું અને જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે પંડિતજીને નવું નવું કંઠસ્થ કરાવતા. પંડિતજીને હવે ઘણું કંઠસ્થ હોવાથી ગામમાં એમની સારી છાપ ઊભી થઈ હતી.
પંડિતજીએ આગમની ગાથાઓ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર વગેરે કિંઠસ્થ કરી લીધાં. સંસ્કૃત ભાષામાં બોલાતાં એ સ્તોત્રો એમને બહુ ગમતાં હતાં, પણ એનો અર્થ સમજાતો નહોતો. હવે એમને એનો અર્થ સમજવાની પણ ઉત્કંઠા થવા લાગી. એમણે જાણ્યું કે જ્યાં સુધી સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બરાબર ન આવડે ત્યાં સુધી અર્થ ન સમજાય, આથી એમને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ભણવાની તાલાવેલી લાગી. પણ એમને ભણાવે કોણ? પંડિતજીના નાના ભાઈ છોટાલાલ વાંચે અને પંડિતજી સાંભળે, પણ કેટલુંક અશુદ્ધ ઉચ્ચારણ થાય. પંડિતજીના બીજા બે મિત્રો તે પોપટલાલ અને ગુલાબચંદ પણ એમને વાંચી સંભળાવતા. એમાં પોપટલાલ એમના કરતાં ઉંમરે વીસ વર્ષ મોટા હતા. અને ઘણા હોશિયાર હતા. તેઓ ભાવનગરથી પ્રગટ થતું “જૈન ધર્મપ્રકાશ' મંગાવે અને વાંચે તથા પંડિતજીને એમાંથી સંભળાવે. એમણે પ્રશ્નોત્તરચિંતામણિ' નામનો ગ્રંથ મંગાવેલો અને પંડિતજીને વાંચી સંભળાવેલો. પંડિતજીને એમાં સારો રસ પડ્યો હતો. એ દિવસોમાં લીમલીમાં બેઠાં બેઠાં પંડિતજીએ કાલિદાસના મહાકાવ્ય “રઘુવંશના નવ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા હતા. પંડિતજીની સ્મૃતિ એટલી બધી સારી હતી કે રોજના એક સર્ગના હિસાબે નવ દિવસમાં એમણે નવ સર્ગ કિંઠસ્થ કર્યા હતા.
એવામાં લીંબડી સંપ્રદાયના પ્રજ્ઞાચક્ષુ સાધુ મહારાજ શ્રી લધાજી સ્વામી લીમલી પધારેલા. તેઓ સંસ્કૃતના જાણકાર હતા. એમણે પોતાના શિષ્ય શ્રી ઉત્તમચંદજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ ભણવાની પંડિતજીને ભલામણ કરી. પંડિતજીએ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org