SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશ્રયમાં પંડિતજીની પ્રવૃત્તિઓ પોતાના સંજોગાનુસાર ગોઠવાતી જતી હતી. તેમાંની એક મુખ્ય પ્રવૃત્તિ તે ઉપાશ્રયમાં જવાની હતી. લીમલી નાનું ગામ એટલે ચાતુર્માસ માટે જવલ્લે જ સાધુ-સાધ્વી રોકાય, પણ શેષકાળમાં થોડી થોડી અવરજવર રહ્યા કરે. ઈ. સ. ૧૮૯૮ના અરસામાં લીમલીમાં બંધાયેલા નવા સ્થાનકવાસી ઉપાશ્રયમાં પગલાં કરાવવા માટે સંઘે દરિયાપુરી ગચ્છના રૂગનાથજી મહારાજને વિનંતી કરેલી. તેઓ પધાર્યા. જેટલા દિવસ તેઓ રોકાયા તેટલા દિવસ પંડિતજી રોજેરોજ ઉપાશ્રયે જતા. રૂગનાથજી મહારાજની સાથે એમના એક ચેલા કેવળજી મુનિ હતા. તેઓ કથા કહેતા. તેમનો કંઠ મધુર હતો. તેઓ પદો સરસ ગાતા. વક્તવ્યને રસિક રીતે રજૂ કરવાની તેમની પાસે કળા હતી. પંડિતજી એમની પાસે બેસતા અને ધાર્મિક જ્ઞાન મેળવવા માટે ઉત્સાહ બતાવતા. થોડા દિવસ રોકાઈ રૂગનાથજી મહારાજ વિહાર કરી ગયા, પણ સંઘની વિનંતીથી ચાતુર્માસ માટે વયોવૃદ્ધ ઝબકબાઈ મહાસતીજી અને બીજાં કેટલાંક સાધ્વીજીને મોકલેલાં, પંડિતજી એમની પાસે પણ બેસતા અને છંદો, સક્ઝાયો વગેરે કંઈક શીખતા અને કંઠસ્થ કરતા. ચાતુર્માસ દરમિયાન જ ઝબકબાઈ વૃદ્ધાવસ્થાને કારણે લીમલીમાં કાળધર્મ પામ્યાં ત્યારે એમની પાલખી કાઢવામાં આવી હતી. જીવનમાં અંધત્વ આવતાં જ પંડિતજીને પરાધીનતાનો પરિચય થવા લાગ્યો. દર્શનકાળ પૂરો થયો અને જાણે કે હવે અદર્શનકાળનો, અંધકારનો કાળ ચાલુ થયો. એમના જીવનમાં જાણે બીજો તબક્કો શરૂ થયો હતો. પાંચ ઇન્દ્રિયોમાંથી ચક્ષુ ઇન્દ્રિયને પ્રકાશની જરૂર પડે. એ વિના એ સક્રિય ન રહી શકે. નાક, કાન અને જીભ એ ત્રણ ઇન્દ્રિયો પ્રકાશ વિના પણ પોતાનું કાર્ય કરી શકે છે. સ્પર્શેન્દ્રિય પણ એ કાર્ય કરી શકે, પરંતુ પ્રકાશ પંડિતજીના જીવનમાંથી હંમેશને માટે ચાલ્યો ગયો. એટલે હવે જીવનભર અંધકાર સાથે અદ્વૈત સધાતાં, કષ્ટના અનુભવોનું પ્રાધ્યાન્ય એમના જીવનમાં વધી ગયું. ઈ. સ. ૧૮૯૯ વિ. સં. ૧૯૫૫)માં ચાતુર્માસ અર્થે લીમલીમાં કોઈ સાધુ-સાધ્વી પધાર્યા નહોતાં, પણ શેષકાળમાં જે અવર-જવર રહેલી. એ વખતે પંડિતજી ઉપાશ્રયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001208
Book TitlePandita Sukhlalji
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy