________________
૨૮ • પંડિત સુખલાલજી પ્રમાણે અભ્યાસ ચાલુ કર્યો. ત્યાર પછી તેઓ વઢવાણ જઈને રહ્યા અને તેમની પાસે સારસ્વત વ્યાકરણ, ચંદ્રિકા વગેરે શીખ્યા. તદુપરાંત એ વખતના સુપ્રસિદ્ધ શતાવધાની મહારાજ શ્રી રત્નચંદ્રજીના સંપર્કમાં પણ પંડિતજી આવ્યા. એમની પાસેથી પણ એમને કેટલુંક જાણવા મળ્યું. ઉત્તમચંદજી અને રત્નચંદ્રજી મહારાજ સંસ્કૃત ભાષામાં વાતચીત કરે તો પંડિતજીને પોતાને પણ એવી રીતે સંસ્કૃત ભાષા શીખીને સરસ રીતે વાત કરવાની અભિલાષા થઈ હતી.
અંધત્વ આવ્યા પછી પંડિતજીએ સાતેક વર્ષમાં સજ્ઝાયો, સ્તવનો, થોકડા, આગમની ગાથાઓ, સંસ્કૃત સ્તોત્રો, રઘુવંશ, સંસ્કૃત વ્યાકરણ વગેરે જે બધું શીખવા અને કંઠસ્થ કરવા મળ્યું એ બધું ત્યાર પછી કાશીના એમના વિદ્યાભ્યાસમાં બહુ ઉપયોગી નીવડ્યું હતું. પંડિતજીએ નોંધ્યું છે તે પ્રમાણે કાશીના વિશાળ સંસ્કૃત અધ્યયન માટે લીમલી – વઢવાણનું સંસ્કૃત અધ્યયન પૂર્વભૂમિકારૂપ સાબિત થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org