________________
છપ્પનિયો દુકાળ અને સામાજિક પરિસ્થિતિ
વિ. સં. ૧૯૫૬ (ઈ. સ. ૧૯OO)માં પશ્ચિમ ભારતમાં ઘણો મોટો દુકાળ પડ્યો હતો. છપ્પનિયા દુકાળ તરીકે એ જાણીતો રહ્યો છે. એમાં ઘણા માણસો મૃત્યુ પામ્યા હતા. વળી એને લીધે અનેક લોકોના ધંધારોજગાર ભાંગી પડ્યા હતા. બેકાર નવરા માણસોની સંખ્યા વધી ગઈ હતી. એથી સંયુક્ત કુટુંબની પ્રથાના એ દિવસોમાં ઠેરઠેર કુટુંબકલહ થતો રહ્યો હતો.
એ વરસે માવજી સંઘવીના કુટુંબમાં પણ મિલકતની વહેંચણી માટે કલહ ચાલુ થયો. એમના બે પુત્રો ગાંગજી અને તળશીનો પરિવાર લીમલીમાં રહેતો અને બીજા પુત્રોનો પરિવાર ખોલડિયાદમાં રહેતો. ગાંગજી સંઘવીને ચાર દીકરા હતા. તેઓમાં મજિયારી સંપત્તિના ભાગ માટે ઝઘડા ચાલુ થયા. તળશી સંઘવીને માત્ર એક પુત્ર સંઘજી હતા. તેઓ પોતાનો ભાગ લઈ વેળાસર છૂટા થઈ ગયા. તેમને ગાંગજી સંઘવીના મોટા દિીકરા ત્રિભુવનદાસની સાથે આત્મીયતા હતી. આથી ગાંગજી સંઘવીની મિલકતની વહેંચણીમાં જ્યારે બે પક્ષ પડી ગયા હતા ત્યારે પિતાશ્રી સંઘજી તથા પંડિતજીના મોટા ભાઈ ત્રિભુવનદાસના પક્ષે હતા. આમ બીજી રીતે સંઘવી કુટુંબના સભ્યો બહુ ઉદાર અને ક્યારેક તો ઉડાઉ કહેવાય એવી પ્રકૃતિના હતા, પરંતુ મિલકતની વહેંચણીનો વખત આવ્યો ત્યારે તેમના જીવ ફૂંકા થઈ ગયા. જૂના વખતમાં ઘરવખરીની વહેંચણીમાં બહુ તકરાર થતી. તે બધી વેચીને પૈસા સમાન ભાગે વહેંચી લેવાનું વ્યવહારુ નહોતું, કારણ કે વેચવા જતાં મૂલ્ય બહુ ઓછું મળે અને પાછી એ વસ્તુ નવી વસાવવા માટે વધારે રકમ ખર્ચવી પડે. પણ વસ્તુ એક હોય અને જરૂરિયાતવાળા બે કે ત્રણ હોય ત્યારે કોને એ ચીજવસ્તુ મળે એ માટે ક્લેશ થતો. કેટલીક વાર એક વસ્તુની સામે અંદાજે એટલી કિંમતની બીજી વસ્તુ મુકાતી, તો પણ વસ્તુની પહેલી પસંદગીનો હક કોને મળે એ વિશે વિવાદ થતો. કોઈને લવાદ તરીકે નીમવામાં આવે તો ઘણી વાર લવાદના ચુકાદા સામે પણ પડકાર ફેંકાતો અથવા તેનો અસ્વીકાર થતો. તે વખતે મોટી મડાગાંઠ સર્જાતી. લીમલીમાં ગાંગજી સંઘવીને ત્યાં આવા ઝઘડા હજુ શમ્યા નહોતા, ત્યાં ખોડિયાદમાં રહેતા બે ભાઈઓ અને એમના દીકરાઓ વચ્ચે પણ
સંપત્તિના ભાગ માટે ઝઘડા ચાલુ થયા હતા. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org