________________
૧૨૨ - પંડિત સુખલાલજી
નજર નાખતા થાય અને વિશાળતા કેળવે અને જૈનેતર વિદ્વાનો જૈન દર્શનનો પણ પરિચય કેળવે તો તેઓ ૫૨સ્પર એકબીજાને વધારે સારી રીતે સમજી શકે, આધ્યાત્મિક વિકાસક્રમની ભારતીય દાર્શનિકોએ જે ભિન્નભિન્ન રીતે રજૂઆત કરી છે તેમાં પરિભાષાનો ભેદ ઉઠાવી લેવામાં આવે તો આ વિચારણાઓ કેટલી બધી નજીક આવી શકે એમ છે તે સમજાય છે, રાગદ્વેષ, યોગ, ધ્યાન, મોક્ષ ઇત્યાદિ વિશે પંડિતજીએ વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શનનો તુલનાત્મક ખ્યાલ સંક્ષેપમાં આ નિબંધોમાં આપ્યો છે.
જૈનોના તમામ ફિરકા અને સંપ્રદાયને માન્ય, એટલું જ નહિ સર્વનું આદર– બહુમાન ધરાવતો ગ્રંથ તે ‘તત્ત્વાર્થાધિગમ શાસ્ત્ર’ અથવા સંક્ષેપમાં ‘તત્ત્વાર્થસૂત્ર’ છે. એના કર્તા વાચક ઉમાસ્વાતિ (દિગંબર મત પ્રમાણે ‘ઉમાસ્વામી’) છે. પંડિતજીએ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે ઉપરાંત એનું વિવેચન પણ લખ્યું છે. પંડિતજીએ ‘તત્ત્વાર્થસૂત્ર’ અને ‘સન્મતિતર્ક’ એ બે ગ્રંથનું કામ સાથે ઉપાડેલું. એમણે તત્ત્વાર્થનું લેખન ગુજરાતીમાં અને હિંદીમાં એમ બે ભાષામાં કર્યું. એ પૂરું કરતાં અગિયાર વર્ષ લાગ્યાં. તો પણ એક અધિકારી વિદ્વાનના હાથે આ ગ્રંથને યોગ્ય ન્યાય અપાયો છે. આગ્રા, અમદાવાદ, ભાવનગર, કલકત્તા, એમ જુદા જુદા સ્થળે રહીને કટકે કટકે પંડિતજીએ આ ગ્રંથનું લેખનકાર્ય કર્યું હતું. એમાં એમને શ્રી રસિકલાલ પરીખની સહાય મળી, એટલે કામ જલદી પૂરું થયું હતું. ૧૯૩૦માં ગૂજરાત વિદ્યાપીઠ તરફથી એની પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ અને પછીની આવૃત્તિઓમાં પણ કંઈક ને કંઈક ઉમેરા થતા રહ્યા. એ રીતે આ ગ્રંથ ઘણો સમૃદ્ધ બન્યો છે. એમાં પણ પંડિતજીએ આપેલી પાદનોંધો આ વિષયમાં ઘણો પ્રકાશ પાડે છે. અનેક સ્થળે અન્ય દર્શનોની સાથે આ સૂત્રોના પદાર્થની તુલના પણ કરવામાં આવી છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં પંડિતજીએ વાચક ઉમાસ્વાતિનો સમય, એમની પરંપરા, ‘તત્ત્વાર્થસૂત્ર’ ઉપર વ્યાખ્યાઓ અને વ્યાખ્યાકારો, ગ્રંથની રચનાશૈલી, પાઠાંતરો ઇત્યાદિ વિશે ભરપૂર અધિકૃત માહિતી આપી છે. એ વિષયના અભ્યાસીઓ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. પંડિતજીના વિશાળ વાચન, ઊંડી સૂઝ, દર્શનશાસ્ત્રનો અભ્યાસ, વિષયના ઊંડાણમાં જવાની ભાવના તથા એ બધાં માટે લીધેલો પરિશ્રમ એ બધાંના ફળરૂપે આપણને ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે આવો પ્રશિષ્ટ ગ્રંથ મળ્યો છે. એની હિંદીમાં અને અંગ્રેજીમાં આવૃત્તિઓ પણ થઈ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે સંશોધનાત્મક દૃષ્ટિએ લખાયેલા અર્વાચીન ગ્રંથોમાં એ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે એવો ગ્રંથ છે.
પંડિતજીએ બનારસ યુનિવર્સિટીમાં જોડાયા પછી જે કેટલુંક સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું તેમાં શ્રી હેમચંદ્રાચાર્યકૃત ‘પ્રમાણમીમાંસા'નું સંપાદન છે. એમાં પંડિતજીએ પ્રમાણશાસ્ત્રના વિકાસ વિશે વિસ્તૃત પ્રસ્તાવના આપી છે, જે એ વિષયના અભ્યાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં પંડિતજીએ તુલનાત્મક અધ્યયન, ટિપ્પણો સાથે આપ્યું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org