________________
જૈન સાધુઓનો સંપર્ક અને મંત્રસાધના • ૩૭ છે. પણ રુદ્રાક્ષની જેમ અક્કલબેરા પણ સાચા છે કે નકલી તેની ખબર કેવી રીતે પડે? પંડિતજીને એક ચારણે જંગલમાંથી અક્કલબેરા લાવી આપ્યા. હવે તેની કસોટી કરવાની હતી. મેઘરાજજી મહારાજે તેનો નુસખો બતાવ્યો. બે જણ પોતાપોતાના હાથમાં ઉઘાડી તલવાર લઈને ઊભા રહે અને વચ્ચે નીચે જમીન પર અલબેરાની માળા મૂકવામાં આવે. જો અલબેરા સાચા હોય તો તલવાર અલબેરા તરફ ખેંચાઈને નીચે વળવા માંડે. પંડિતજી અને ગુલાબચંદે ગુપ્તપણે આ પ્રયોગ કરી જોયો હતો. અને તે પ્રમાણે થતાં ખાતરી થઈ કે અલબેરા સાચા છે. એટલે તેઓએ સાત રૂપિયામાં એ માળા ખરીદી લીધી. એક સરસ ડબ્બીમાં ઘરેણાંની જેમ તેઓ એને સાચવવા લાગ્યા. આ વાત ધીમે ધીમે ગામમાં પ્રસરવા લાગી અને પછી તો એવી હવા બંધાઈ કે સુખલાલ મંત્રવિદ્યાના મોટા જાણકાર છે.
લીમલીમાં એક વખત મૂર્તિપૂજક સંપ્રદાયના હિતવિજયજી નામના મુનિ મહારાજ પધાર્યા હતા. એમણે પંડિતજીને નવસ્મરણમાંના તિળયપત્ત નામના સૂત્રના મંત્રની સાધના યંત્ર વડે કેવી રીતે કરવી તે બતાવ્યું હતું. યંત્ર દોરી પછી કપૂર અને ચંદનથી અર્ચન કરી, પછી સાધના કરીને એ યંત્રને ધોઈને એ જલ જેને કંઈ તાવ, દર્દ, વિઘ્ન ઇત્યાદિ હોય તેને પીવા માટે આપવાથી તે મટી જાય છે. આ મંત્ર-યંત્રની સાધનાનો પ્રયોગ પંડિતજીએ ઘણી વાર કર્યો હતો. તદુપરાંત નવસ્મરણમાંથી ભક્તામર સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રનાં યંત્રોની સાધના પણ એમણે શીખી લીધી હતી. નવકાર મંત્રનો નવ લાખ વાર જાપ કરવાની વિધિ જાણી લઈને તે પ્રમાણે એમણે જાપ પણ કર્યા હતા.
પરંતુ મંત્રસાધનાના પંડિતજીના પ્રયોગો દરેક વખતે સફળ થતા નહિ. લીમલીમાં કોઈ એક છોકરીને સાપે દંશ માર્યો હતો. ત્યારે એનું વિષ ઉતારવા એમણે મોટે સ્વરે મંત્ર જપ કર્યો હતો. પરંતુ તેનું કશું પરિણામ આવ્યું નહોતું. એવી જ રીતે બીજો એક પ્રયોગ પણ નિષ્ફળ ગયો હતો. છપ્પનિયા દુકાળ પછી પિતાજી એક ભેંસ મોંઘા ભાવે લાવ્યા હતા. પરંતુ પાડીને જન્મ આપ્યા પછી ભેંસ દૂધ આપતી બંધ થઈ ગઈ હતી. પાડી પણ મરી ગઈ. મોંઘા ભાવની ભેંસ દૂધ ન આપે તો તેથી મોટું નુકસાન થાય. પંડિતજીએ ભેંસને વિજય પટુત્ત'નું પાણી પાયું. એથી એક વખત ભેંસે જરાક દૂધ આપ્યું, પણ પછી ફરીથી પ્રયોગ કરવા છતાં એ ભેંસ કાયમને માટે દૂધ આપતી બંધ થઈ ગઈ હતી.
યૌવનમાં પ્રવેશતાં પંડિતજીએ કેટલાંક વર્ષ મંત્રતંત્ર-યંત્રની સાધનાના પ્રયોગો શ્રદ્ધાપૂર્વક કર્યા હતા, પણ પછી શાસ્ત્રાભ્યામાં રસ પડતાં. મંત્રતંત્રની સાધનામાંથી એમનો રસ ઊડી ગયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org