________________
૫૮ • પંડિત સુખલાલજી પરીક્ષા લેવાશે. વળી જે પ્રશ્નપત્રો થઈ ગયા છે. તેમાં પણ ફરીથી મૌખિક પરીક્ષા લેવામાં આવશે. મૌખિક પરીક્ષા માટે પંડિતોની જોગવાઈ થઈ. તેમાં એક પ્રસિદ્ધ નૈયાયિક વામાચરણ ભટ્ટાચાર્ય હતા. આ રીતે પરીક્ષા લેવાતાં પંડિતજી તેમાં પ્રથમ વર્ગમાં પાસ થયા. એનો એમને આનંદ તો થયો જ, પણ આ મૌખિક પરીક્ષા નિમિત્તે પંડિતોનો પરિચય થયો એ એમને માટે વધારે આનંદની વાત હતી. એમાં પણ પંડિત નામાચરણ ભટ્ટાચાર્યે પોતાને ઘરે પંડિતજીને ન્યાયનો વિષય ભણાવવાની તત્પરતા પણ બતાવી. એથી પંડિતજી બહુ રાજી થયા.
પ્રખર તૈયાયિક નામાચરણ ભટ્ટાચાર્ય પાસે ન્યાયનો વિષય ભણવાનું પંડિતજીએ શરૂ કર્યું. પંડિતજીએ ન્યાયના વિષયમાં મધ્યમા પરીક્ષાનો ચાર વર્ષનો કોર્સ તો કરી લીધો હતો. એટલે હવે આગળ ભણવાના ધ્યેયથી તેમણે નામાચરણના ઘરે બપોરે જવાનું વિચાર્યું. રોજ પ્રખર તડકામાં તેઓ ચાલીને જતા. એ માટે ઘણું કષ્ટ વેઠતા. પણ એના પ્રમાણમાં જેટલો સમય આપવો જોઈએ તેટલો વામાચરણ આપી શકતા નહિ. એથી પંડિતજીને સંતોષ થતો નહિ. અભ્યાસ માટેની એમની ભૂખ ઘણી હતી, પરંતુ વામાચરણની ગતિ મંદ હતી. તેમ છતાં નવ્ય ન્યાયના સૂત્રધાર ગંગેશ ઉપાધ્યાયકૃત તત્ત્વચિંતામણિ ગ્રંથ. માથુરી ટીકા સહિત, એમની પાસે ભણવામાં પંડિતજીને ઘણું નવું જાણવા મળ્યું હતું અને ભર ઉનાળામાં વેઠેલું કષ્ટ સંતોષકારક શીતળતા આપતું હતું.
પંડિતજીને ન્યાયના વિષયમાં ઝડપથી વધુ અભ્યાસ કરવો હતો. એટલે એમણે વામાચરણને પૂછીને બીજા એક મૈથિલી તૈયાયિકને ત્યાં પણ સાંજે ભણવા જવાનું ચાલુ કર્યું, એમ બપોરે અને સાંજે મળીને આઠેક માઈલ ચાલવાનું થતું. એથી થાક ઘણો લાગતો. ક્યારેક એક્કા-ગાડીમાં બેસીને જવાનું મન થતું, પણ તેમ ન કરતાં પંડિતજી પૈસા બચાવતા અને એ પૈસાની મલાઈ કે રબડી લઈને ખાતા કે જેથી પગમાં તાકાત આવતી. લાંબું ચાલવાનો મહાવરો તો સમેતશિખરની વિહારયાત્રાના સમયથી પંડિતજીને થઈ ગયો હતો.
પંડિતજીને બાલ્યકાળથી કુળ પરંપરાના સંસ્કારરૂપે ચોવિહારનો નિયમ હતો. એમને રાત્રિભોજનનો ત્યાગ હતો. કાશીમાં પાઠશાળામાં તો એ ફરજિયાત હતું, પરંતુ કાશીમાં સ્વતંત્ર રીતે રહેવાનું-ભણવાનું ચાલુ કર્યું. અને ગરમીના દિવસોમાં રાત્રે ભણાવનાર પંડિતના ઘરે ચાલીને જવા આવવામાં તરસ ઘણી લાગતી હતી. એથી આરોગ્ય બગડતું હતું. એટલે ત્યારથી પંડિતજીએ રાત્રે પાણીની છૂટ રાખી હતી.
પંડિતજી ન્યાયદર્શનમાં વિશેષ ઉચ્ચતર અભ્યાસ કરવા ઇચ્છતા હતા. પણ કાશીમાં તેઓને અભ્યાસ કરવાની શક્યતા ઓછી જણાતી હતી. એવામાં તેમને ચંદ્રશેખર નામના એક પંડિત મળી ગયા. પંડિત ચંદ્રશેખરે કહ્યું, ‘તમે મારા ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org