________________
કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ - ૫૯ આવીને જો રહો તો હું તમને ભણાવું.’ તેઓ દરભંગાથી કેટલાક માઈલ દૂર પિખલવાડ નામના ગામમાં રહેતા હતા. પંડિતજી એમની સાથે એમના ગામે ગયા. પંડિતજી પોતાની સાથે રસોઈ વગેરે કામો કરી આપે એવા લાભચંદ બ્રહ્મચારીને પોતાના સહાયક તરીકે લઈને ગયા અને પિખલવાડમાં રહ્યા. એ સાવ નાનું ગામડું હતું. પંડિત ચંદ્રશેખર અત્યંત ગરીબ હતા. શિયાળાની સખત ઠંડીના એ દિવસો હતા. જાજમ પાથરીને સૂવાનું હતું, પરંતુ પંડિતજી ઘાસ-પાળ પર સૂતા અને ઠંડીમાં જાજમ ઓઢતા, પાસે પોખરામાં ઠંડા પાણીથી ન્હાય ત્યારે વીંછી ચટકા મારતો હોય એવો અનુભવ થતો. એવા કપરા એ દિવસો હતા. પંડિત ચંદ્રશેખર પોતાના મામાને ત્યાં રહેતા. એ મામા પણ એટલા જ નિર્ધન હતા. તેમની પાસે કોઈ ગ૨મ વસ્ત્ર નહોતું. એટલે પંડિતજીએ પોતાનું સ્વેટર મામાને આપી દીધું. ભણાવવાની ફી ઉપરાંત બીજા વધારાના પૈસા પણ આપ્યા કે જેથી ગુરુજી ભણાવવામાં પ્રસન્ન રહે. ગુરુજીનું ભણાવવાનું ઘણું સારું હતું, પણ એમના ઘરે રહેવાનું બહુ કષ્ટભર્યું હતું. ગુરુજી એ જોઈ શકતા હતા. એથી એમણે પાસે આવેલા પોતાના નાનકડા ગામ સિંહવાડામાં જઈને પંડિતજીને ભણાવવાનું ઠરાવ્યું. દરભંગાથી પાંચ ગાઉ દૂર એ ગામ હતું, કેટલોક વખત પંડિતજી પંડિત ચંદ્રશેખ૨ પાસે સિંહવાડામાં રહ્યા. પણ ત્યાં પણ રહેવા માટે ઘાસનું ઘર હતું અને જીવાત ઘણી હતી. એટલે થોડો વખત ત્યાં ભણીને પંડિતજી દરભંગા પાછા આવી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org