________________
૮૪૦ પંડિત સુખલાલજી ભાંડારકર, ગોખલે, ટિળક, કર્વે વગેરે મહાનુભાવો હતા. તેમનો પણ લાભ મળશે અને એક નવા ક્ષેત્રનો અનુભવ થશે, તથા પેશ્વાના સમયના અવશેષોનું અધ્યયન કરવાની તક સાંપડશે એમ સમજીને પંડિતજીએ પૂનાની એ જવાબદારી સ્વીકારી લેવા માટે સંમતિ દર્શાવતો પત્ર લખી દીધો અને કાશીનું ઘર સમેટી લઈને તેઓ પૂના જવા ઊપડ્યા.
કાશીના આ આઠ મહિનાના નિવાસ દરમિયાન પંડિતજીને ત્યાં આવેલા ત્રણ ગુજરાતીઓ સાથે પરિચય થયો હતો. એ ત્રણ વ્યક્તિઓ હતી : (૧) શિવલાલ પાનાચંદ, જેઓ આઈ.સી.એસ.ઓફિસર હતા અને ત્યારે કાશીમાં રહેતા હતા. (૨) નરોત્તમ ભાણજી અને (૩) પરમાનંદ કુંવરજી કાપડિયા. તેઓએ પંડિતજીને શિવલાલભાઈના બંગલે જ્ઞાનગોષ્ઠી માટે પધારવા નિમંત્રણ આપ્યું હતું. પંડિતજી ત્યાં ગયાં. વિલાયત જઈ અભ્યાસ કરીને આવેલા આઈ.સી.એસ. ઓફિસરની રહેણીકરણી આધુનિક થઈ ગઈ હતી. તેઓ ટેબલ-ખુરશી પર જમવા બેઠા અને પંડિતજી “ચોકાધર્મી હશે અને ખુરશ-ટેબલ પર નહિ બેસે એમ સમજી એમને માટે રસોડામાં પાટલા પર બેસીને જમવાનું ગોઠવ્યું હતું. પંડિતજી એ રીતે જુદા જમ્યા, પરંતુ બપોરે ચાપાણી વખતે પંડિતજીએ ખુલાસો કર્યો કે પોતાને ટેબલ ખુરશી પર બેસવામાં કંઈ વાંધો નથી, ત્યારે શિવલાલભાઈને આશ્ચર્ય થયેલું, તેઓ વાચનના શોખીન હતા અને જેન ધર્મ વિશેનાં કેટલાંક પુસ્તકો પણ એમના ઘરમાં હતાં. પંડિતજીનો શિવલાલભાઈ સાથેનો તથા નરોત્તમભાઈ સાથેનો પરિચય વધતો ગયો હતો. એમાં પણ પરમાનંદભાઈ સાથે તે સવિશેષ વધતો હતો. પંડિતજી મુંબઈમાં ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના ત્રીસેક વર્ષ પ્રમુખ રહ્યા હતા. પરમાનંદભાઈ વ્યાખ્યાનમાળાના મુખ્ય સંચાલક હતા. બંનેની વિચારસરણી મળતી આવતી હતી. એટલે બંનેનો સંબંધ પરસ્પર ગાઢ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org