________________
૮૬ ૦ પંડિત સુખલાલજી
પૂનામાં એક વાર ગોખલેના ભારત સેવક સમાજમાં ગાંધીજી આવ્યા હતા. પંડિતજી બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓને ભણાવતા હતા તે વિદ્યાર્થીઓએ એમને વિનંતી કરી કે તમારે ગાંધીજી સાથે પરિચય છે, તો અમને તેમની પાસે લઈ જાઓ.’
પંડિતજી ત્યારે બોર્ડિંગના વિદ્યાર્થીઓને લઈને ગાંધીજીને મળવા ગયા હતા. પંડિતજી ગાંધીજીને મળ્યા ત્યારે ગાંધીજીએ પૂછ્યું કે તમે અહીં પૂનામાં શું કામ કરવા આવ્યા છો ?” પંડિતજીએ કહ્યું કે પોતે અહીં છાત્રાલયમાં વિદ્યાર્થીઓને જૈન ધર્મ વિશે ભણાવવા આવ્યા છે. એ વખતે ગાંધીજીએ જૈન ધર્મ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિશે જાણવાની ઈચ્છા દર્શાવી હતી. એટલે પંડિતજીએ એમને એ વિશે સમજાવ્યું હતું. પછી ગાંધીજીએ પોતાની થેલીમાંથી જૈન સિદ્ધાન્ત વિશે એક પુસ્તિકા કાઢીને બતાવી. ગાંધીજી ત્યારે જૈનધર્મ પ્રવેશિકા નામની એક પુસ્તિકા વાંચી રહ્યા હતા. ' એ વખતે ગાંધીજીએ પંડિતજીને એક પ્રશ્ન કર્યો હતો કે મોટરનો ત્યાગ કર્યો હોય અને છતાં અપવાદરૂપે મોટરનો ઉપયોગ કરવો પડે એવી સ્થિતિ ઊભી થાય તો એ વિશે જૈન ધર્મ શું કહે છે ? પંડિતજીએ એમને એ વિશે પણ સમજાવ્યું. ગાંધીજીએ ત્યારે અમુક દિવસ સુધી મોટરમાં ન બેસવાનો નિયમ લીધો હતો. પરંતુ પરિસ્થિતિ એવી ઊભી થયેલી કે મિસિસ પોલાકને રેલવે સ્ટેશન પર મળવા જવું હતું. પરંતુ મોટરનો પોતે ઉપયોગ કરે તો જ જઈ શકાય એમ હતું. પંડિતજીએ ગાંધીજીને સિદ્ધાન્ત અને વ્યવહાર એમ બંને દૃષ્ટિએ આ વાત સમજાવી હતી. અને મોટું કારણ હોય તો લીધેલા નિયમમાં અપવાદ કરી શકાય છે. એમ બતાવ્યું હતું. એટલે ગાંધીજીએ ત્યારે અપવાદરૂપે મોટરનો ઉપયોગ કર્યો હતો.
પૂનામાં પંડિતજીને એક અત્યંત ઘનિષ્ઠ પરિચય થયો તે પ્રો. રામચંદ્ર આથવલેનો. તેઓ ત્યારે કૉલેજમાં સંસ્કૃત વિષયમાં ફેલો હતા. પંડિતજીનો એમને જ્યારે પહેલવહેલો પરિચય થયેલો ત્યારે બંનેએ પરસ્પર વાતચીત સંસ્કૃત ભાષામાં કરી હતી. એને લીધે જ બંનેને એકબીજા પ્રત્યે આત્મીયતા બંધાઈ ગઈ હતી. પંડિતજી ઉંમરે મોટા અને ભાષાવિદ્ તથા શાસ્ત્રજ્ઞ હતા. એટલે પણ આથવલેને એમની વાતોમાં વધુ રસ પડ્યો. પછીથી જ્યારે પ્રો. આથવલે અમદાવાદની એલ.ડી.કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને પંડિતજી પણ અમદાવાદમાં રહેતા હતા ત્યારે તેઓ પંડિતજી પાસે અધ્યયન માટે આવતા. તેમણે હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ', “રસગંગાધર', ‘વિશેષાવશ્યક ભાષ્ય' વગેરે ગ્રંથોનું અધ્યયન પંડિતજી પાસે કર્યું હતું. બીજી બાજુ પ્રો. આથવલે પંડિતજીને અંગ્રેજી ભાષામાં લખાયેલા ઉપનિષદો વગેરે વિશેના ગ્રંથો વાંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org