________________
૮૮ • પંડિત સુખલાલજી
કરતા. બીજી બાજુ પ્રો. કૌસાંબી પણ જે કંઈ લખે તે પંડિતજીને બતાવતા. પાછલા દિવસોમાં પંડિતજી જ્યારે બનારસ યુનિવર્સિટીમાં જોડાયા હતા, ત્યારે પ્રો. કૌસાંબી પણ ત્યાં છ મહિના માટે આવી ગયા હતા. તે વખતે કૌસાંબીએ લખેલાં બે પુસ્તકો પાર્શ્વનાથનો ચાતુર્યમ’ અને ‘બોધિસત્ત્વ’ પંડિતજીએ તપાસી આપ્યાં હતાં.
પૂનાના નિવાસ દરમિયાન એક દિવસ ધર્માનંદ કૌસાંબીના ઘરે પંડિતજીને આચાર્ય શ્રી જે. બી. કૃપાલાનીજીનો પરિચય થયો. તે વખતે તેઓ ગાંધીજીની સાથે પૂના આવ્યા હતા. પરિચય થતાં અને પંડિતજી જૈન છે એ જાણતાં શ્રી કૃપાલાનીજીએ અહિંસા વિશે ચર્ચા કરી હતી. પંડિતજીની સાથે વાતચીત કરતાં શ્રી કૃપાલાનાજીને એમને માટે ઘણો આદર થયો. ત્યાર પછી પંડિતજી જ્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે કૃપાલાનીજી ત્યાં આચાર્ય તરીકે કામ કરતા હતા. એથી તેઓનો પરસ્પર પિરચય વધુ ગાઢ થયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠ છોડ્યા પછીનાં વર્ષોમાં પંડિતજી જ્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાયા ત્યારે શ્રી કૃપાલાનીજી પોતાનાં વાગ્દત્તા શ્રી સુચેતાબહેનને પંડિતજી પાસે લઈ આવ્યા હતા અને એમને સંસ્કૃત ભાષાસાહિત્ય શીખવવા ભલામણ કરી હતી. પંડિતજીએ એ મુજબ બના૨સમાં સુચેતાબહેનને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરાવ્યું હતું. સુચેતાબહેને શ્રી કૃપાલાનીજી સાથેનાં લગ્ન પહેલાં કાશીમાં સંસ્કૃત વિષયનાં અધ્યાપિકા તરીકે કામ કર્યું હતું.
પૂનાના નિવાસ દરમિયાન ત્યાંની તે સમયની વર્ષાઋતુ એટલે આકાશમાં વાદળાં છતાં ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વ૨સે અને શીતલ પવન લહેરાતો હોય. પંડિતજીને પોશાક, આહાર, આરોગ્ય અને વાચનની દૃષ્ટિએ પૂનાનું રોકાણ બહુ જ ગમી ગયેલું. ટેકરીઓ વચ્ચે ભવાની મંદિર અને ચતુર્ભુજ મંદિર આવેલાં. ત્યાં તેઓ ફરવા જતા અને એકાંતમાં કોઈક સ્થળે બેસી કેસરી', ‘જાગૃતિ’ વગેરે સામયિકો વાંચતા તથા કાલે, કેલકર, બાપટ, ટિળક વગેરે સુપ્રસિદ્ધ લેખકોનાં ચિંતનાત્મક પુસ્તકો વાંચતા. એ રીતે પૂનાના દિવસોએ પંડિતજીના જીવનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું.
પૂનાની નોકરી છોડીને પંડિતજી આગ્રા ગયા. આ બાજુ અભ્યાસ પૂરો કરીને રસિકલાલ પરીખ અમદાવાદ ગયા. પરંતુ બંનેની મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ. ૧૯૨૧માં જ્યારે રસિકલાલ પરીખ ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગના મંત્રી તરીકે જોડાયા ત્યારે પંડિતજીને પણ વિદ્યાપીઠમાં જોડાવાનો યોગ સાંપડ્યો હતો. એથી પંડિતજીનો રસિકલાલ સાથેનો સંબંધ ઘ૨ જેવો થઈ ગયો હતો. રસિકલાલનાં માતા ચંચળબહેન પંડિતજીને બહુ જ સારી રીતે રાખતાં. એટલે પંડિતજીને તો પોતાની સગી બહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org