________________
અંતિમ વર્ષો
પંડિતજી ૧૯૪૪માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ મુંબઈ આવ્યા. અહીં સુપ્રસિદ્ધ લેખક કનૈયાલાલ મુનશીના ભારતીય વિદ્યાભવનમાં મુનિ શ્રી જિનવિજયજી સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના સંશોધન-સંપાદનનું કાર્ય કરી રહ્યા હતા. પંડિતજી એમની સાથે ભારતીય વિદ્યાભવનમાં જોડાઈ ગયા. પરંતુ મુંબઈમાં પંડિતજીને પોતાની શારીરિક મર્યાદાને કારણે કામ કરવાની એટલી અનુકૂળતા રહેતી નહોતી. એવામાં અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) હસ્તકના ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાભવનમાં માનદ અધ્યાપક તરીકે એમને નિયુક્તિ મળી. એટલે તેઓ મુંબઈ છોડીને અમદાવાદ રહેવા ગયા. ત્યાં તેઓ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું કાર્ય સારી રીતે કરી શકવા લાગ્યા. એટલે વૃદ્ધાવસ્થામાં પંડિતજીને હવે અમદાવાદમાં જ સ્થિર રહેવાનું મન થયું. એ પ્રમાણે વ્યવસ્થા થતાં જીવનના અંત સુધી તેઓ અમદાવાદમાં જ સ્થિર થઈને રહ્યા હતા. ત્યાં તેમને રહેઠાણ માટે નદીકિનારે “સરિતકુંજ નામના બંગલામાં વ્યવસ્થા થઈ ગઈ. વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત પંડિતજીનું પોતાનું લેખન-અધ્યયનનું કાર્ય પણ ચાલુ હતું. એના ફળસ્વરૂપે એમના તરફથી ત્રણ ગ્રંથો આપણને ઉપલબ્ધ થયાઃ (૧) અધ્યાત્મ વિચારણા, (૨) ભારતીય તત્ત્વવિદ્યા અને (૩) સમદર્શી આચાર્ય હરિભદ્ર. આ ત્રણે ગ્રંથો વ્યાખ્યાનો આપવા માટેના મળેલાં નિમંત્રણોને કારણે લખાયા હતા. ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો “અધ્યાત્મ વિચારણાના નામથી ૧૯૫૬માં પ્રગટ થયાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ભારતીય તત્ત્વવિદ્યાના નામથી ૧૯૫૭માં છપાયાં. ત્યાર પછી મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે શ્રી હરિભદ્રસૂરિ વિશે અપાયેલાં વ્યાખ્યાનો “સમદર્શી આચાર્ય હરિભદ્રના નામથી ૧૯૬ ૧માં યુનિવર્સિટી તરફથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં.
પંડિતજીએ યુવાન વયથી પોતાના જીવનની પળેપળનો સદુપયોગ કર્યો હતો. પ્રમાદને તેમના જીવનમાં સ્થાન ન હતું. કિશોરાવસ્થામાં આંખો ગઈ હતી. પરંતુ, પોતાની
એ શારીરિક મર્યાદાને એમણે સિદ્ધિમાં ફેરવી નાખી હતી. એમણે પોતાનું લક્ષ્ય સ્વાધ્યાય - તરફ વાળ્યું. બીજા પાસે વંચાવીને એમણે અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું. ફરીથી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International