________________
બનારસ યુનિવર્સિટીમાં ૦ ૧૧૫ ઈ. સ. ૧૯૩૩થી ઈ. સ. ૧૯૪૪ સુધી પંડિતજીએ બનારસ યુનિવર્સિટીમાં અધ્યયન, અધ્યાપન, લેખન, સંપાદન-સંશોધનનું ઘણું સંગીન કાર્ય કર્યું. બનારસમાં ત્યાર પછી, પંડિતજી નિવૃત્ત થવાના હતા ત્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વાઇસ ચાન્સેલર તરીકે આવ્યા હતા. પંડિતજી હવે યુનિવર્સિટીમાંથી નિવૃત્તિ લેવા ઇચ્છતા હતા
ત્યારે ડૉ. રાધાકૃષ્ણને એમને યુનિવર્સિટીમાં જ રહીને પોતાની ઇચ્છા પ્રમાણે કાર્ય કરવા કહ્યું હતું. વળી બીજી બાજુ કલકત્તાની યુનિવર્સિટીમાં જોડાવા માટે શ્યામાપ્રસાદ મુખરજીએ પણ નિમંત્રણ આપ્યું હતું. પરંતુ પંડિતજીએ તે ન સ્વીકાર્યું. તેમની ઇચ્છા મુંબઈ જઈને મુનિ શ્રી જિનવિજયજી સાથે રહેવાની અને કાર્ય કરવાની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org