________________
આબુ અને પાટણ • ૭૫ શ્રી માણેકસાગરજીને ન્યાય દર્શનનો અભ્યાસ કરાવતા. પાટણના આ નિવાસ દરમિયાન જ પંડિતજીએ લોકમાન્ય ટિળકનું ગીતારહસ્ય” વાંચ્યું અને એથી બહુ પ્રભાવિત થયા હતા.
પાટણના નિવાસ દરમિયાન અધ્યાપનકાર્ય પછી પંડિતજીને જે ફાજલ સમય મળતો તેનો તેઓ વિવિધ રીતે સદુપયોગ કરતા. પાટણમાં સંગીત શીખવાની પંડિતજીને ઈચ્છા થઈ હતી. એમના મિત્ર વ્રજલાલ સિતાર સરસ વગાડતા. ત્યારથી પંડિતજીને એકાદ વાદ્ય વગાડતાં શીખવાની રુચિ થઈ હતી. પંડિતજીએ મહારાષ્ટ્રના હરિકીર્તનકારોને સાંભળેલા અને આર્યસમાજની ભજનમંડળીઓમાં પણ ગયેલા. એટલે સંગીત સાંભળવાનો એમને પહેલેથી રસ હતો. પરંતુ વાજિંત્ર વગાડવા માટેની પ્રવૃત્તિ થયેલી નહિ,
પાટણમાં એમને એક સંગીતશિક્ષક સાથે પરિચય થયેલો. તેઓ પાટણની ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરવા આવેલા. ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી પંડ્યા હતા. પંડિતજીને શ્રી પંડ્યાનો પરિચય થયો. શ્રી પંડ્યાની કૉલેજમાં ભણતા સંગીતના શિક્ષકને સંસ્કૃત શીખવાની ઇચ્છા હતી. પંડિતજીએ એમને સંસ્કૃતનું અધ્યયન કરાવ્યું અને સંગીત શિક્ષકે પંડિતજીને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું.
પંડિતજી પોતે પાટણ રહ્યા એ ચાર મહિના સંગીતનો આ અભ્યાસ ચાલ્યો. પરંતુ પાટણ છોડ્યા પછી હાર્મોનિયમ વગાડવાનું કાયમ માટે છૂટી ગયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org