________________
વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો
તેમણે પંડિતજીને કેટલીક વિગત પૂછીને જાણી લીધું કે પંડિતજી ન્યાય દર્શનનો વધુ અભ્યાસ કરવાની ઇચ્છા ધરાવે છે. પોતાના વિદ્યાલયમાં પંડિતજી જોડાય એવી એમણે ઇચ્છા દર્શાવી, પણ પોતાનાથી ઉંમરના નાના તે પંડિત શું ભણાવશે એવી પંડિતજીને મનમાં શંકા થઈ, તે પંડિત આ શંકા સમજી ગયા. એમણે સામેથી કહ્યું, ‘તમારા કરતાં હું નાનો છું, પણ તમે પહેલાં મારી પરીક્ષા કરી જુઓ, જો સંતોષ થાય તો જ મારી પાસે ભણજો.’ પંડિતજીએ ન્યાય દર્શન વિશે મનમાં સંઘરી રાખેલા અઘરામાં અઘરા સવાલો તેમને પૂછ્યા. તે દરેકના એમણે વિસ્તા૨થી બરાબર સંતોષકારક જવાબ આપ્યા. એથી પંડિતજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તરત જ એમના ચરણમાં નમી પડ્યા. એ પંડિતે પણ કહ્યું, ‘સારું થયું કે તમે મને પ્રશ્નો પૂછ્યા. તમે તમારી શંકાનું નિરસન કર્યું એથી મને સંતોષ થયો.’
એ પંડિતના કહેવાથી પંડિતજીએ એમની પાસે જ ભણવાનું નક્કી કર્યું. ત્યાં વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયની બાજુમાં એક બગીચામાં કાચું મકાન હતું. તેમાં તેમણે રહેવાનું અને હાથે રસોઈ બનાવવાનું નક્કી કર્યું. એ પ્રમાણે ઘણા દિવસ ત્યાં વિદ્યાભ્યાસ ચાલ્યો, પરંતુ કાચા મકાનમાં વરસાદનું પાણી અંદર પડતું હતું અને બગીચામાં સાપ નીકળતા હતા. એટલે એ ઘર છોડવાનો તેઓ વિચાર કરતા હતા. દરમિયાન કાશીથી પંડિત બાલકૃષ્ણજી મિશ્રનો પત્ર આવ્યો. એટલે પંડિતજી મિથિલા છોડીને કાશી ગયા. મિથિલામાં પંડિતજીને એક એવા ભાઈનો મેળાપ થયેલો કે જેમનું કુટુંબ વૈષ્ણવ હતું, પરંતુ તેઓ એમ માનતા હતા કે પોતે જૈન છે, કારણ કે એમના પૂર્વજો જૈન હતા. છોકરા-છોકરીની સગાઈ ક૨વામાં પડતી મુશ્કેલીઓને કારણે તથા અન્ય સામાજિક કારણોને લીધે કેટલીક પેઢી પહેલાં જૈનોએ એ પ્રદેશમાં વૈષ્ણવ ધર્મ અંગીકાર કરી લીધો હશે એમ મનાય છે. એ જૈન ભાઈ સાથેની વાતચીત પછી આ વાતનો અભ્યાસ કરતાં પંડિતજીને એમની વાતમાં તથ્ય જણાયું હતું, ભગવાન પાર્શ્વનાથનો ધર્મ એ પ્રદેશમાં સૈકાઓ પૂર્વે પ્રસર્યો હશે એમ ઇતિહાસકારો સ્વીકારે છે. આજે પણ એ પ્રદેશમાં જે ‘સરાગ’ લોકો છે. તેઓ મૂળ શ્રાવક જ હતા. ‘શ્રાવક’ શબ્દ ૫૨થી જ ‘સરાગ’ અથવા ‘સેરાક’ શબ્દ આવેલો છે.
મિથિલામાં પંડિતજી એક વર્ષ રહ્યા હતા. ત્યાંના ફળદ્રુપ પ્રદેશની છાપ એમના મન ૫૨ દૃઢપણે અંકિત થઈ ગઈ હતી. મિથિલામાં ચોખાનો પાક વધારે થાય અને લોકો ભાત વધારે ખાય, ચોખાની પણ ત્યાં ઘણી જુદી જુદી જાત થાય છે. મિથિલામાં રહેવાને કા૨ણે પંડિતજી પોતે ‘ભાત ખાઉ’ થઈ ગયા હતા. મિથિલામાં ત્યારે અને હજુ પણ ઘી કરતાં દહીં ખાવાનો રિવાજ વધારે છે. દહીં પણ ત્યાં ઘટ્ટ અને ચીકાશવાળું હોય છે, કારણ કે કઢેલા દૂધનું દહીં બનાવવામાં આવે છે. મિથિલાના બ્રાહ્મણો ક્યાંક બ્રહ્મભોજન માટે ગયા હોય ત્યારે કેટલું દહીં ખાધું એ વિશે એકબીજાને પૂછે. મિથિલામાં
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org