Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૪ • પંડિત સુખલાલજી એમને પૂર્ણ ભારતીય બનાવે છે. પ્રાચીન પંડિતોમાં આટલી અધિક વિચારસહિષ્ણુતા મારા જોવામાં આવી નથી.” શ્રી નાનાભાઈ ભટ્ટે લખ્યું છે કે, “પંડિતજી પુરાતત્ત્વમાં કામ કરનારા હોવા છતાં નિરંતર અદ્યતન છે. વિદ્વત્તા, સાદાઈ અને નિર્ભયતાનો આવો સુમેળ ઘણા ઓછા માણસોમાં જોવા મળે છે.” શ્રી વાસુદેવશરણ અગ્રવાલે લખ્યું છે કે “પંડિતજી “મહાપ્રાશ” હતા, તેઓ વ્યક્તિ નહિ, પણ સંસ્થા છે. તેમના શરીરનું ગોત્ર અને નામ ગમે તે હોય, પણ તેમણે તો પોતાનું ગોત્ર “સારસ્વત’ બનાવી દીધું છે.” ગુરુદયાલ મલિકે કહ્યું છે કે, પંડિતજી ચારિત્ર્યના એક અડગ શિખર જેવા છે. ડૉ. આદિનાથ ઉપાધ્યેએ કહ્યું છે, “શારીરિક વિકળતા છતાં તેઓ અસાધારણ વિદ્વત્તા અને સ્થાયી લેખનને કારણે કવિ મિલ્ટનની યાદ આપી જાય છે. તેમની દૃષ્ટિ વૈશ્વિક રહી છે. તેઓ દાર્શનિક વિવિધ પરિભાષાઓથી ઉપર ઊઠીને તાત્પર્યની શોધ કરે છે. વિષય ગમે તેટલો કઠિન હોય પણ પંડિતજી જીવંત અને વિચાર પ્રેરક બની જાય છે.' પંડિત દલસુખભાઈ માલવણિયાએ લખ્યું છે, “આ શતાબ્દીના તેઓ બહુમુખી પ્રતિભાના ધણી લેખે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જીવનમાં આંખ ગુમાવવી એ મોટી અડચણ ઉપસ્થિત છતાં “ર ચં ન પાયન' એ જીવનમંત્ર તેમનો બની ગયો અને દેખતાના પણ માર્ગદર્શક તેઓ બની શક્યા. તેમાં તેમનો અપૂર્વ પુરુષાર્થ દેખાઈ આવે છે.” શ્રી વાડીલાલ ડગલીએ લખ્યું છે, હું જેટલી વિભૂતિઓના નિકટના પરિચયમાં આવ્યો છું તેમાં મને પંડિતજી સકલપુરુષ લાગ્યા હતા. પંડિતજી માટે સંસ્કૃત વ્યાકરણ, અર્વાચીન કવિતા, રાજ્યનીતિશાસ્ત્રના સિદ્ધાન્તો, ભાષાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર અલગ અલગ જણસો ન હતી, પણ જીવનના અવિભક્ત અંગરૂપ બાબતો હતી.” પંડિતજીના સાથી પ્રાધ્યાપક શ્રી રામકુબેર માલવીએ સંસ્કૃતમાં પંડિતજી વિશે ૧૩ શ્લોકની સ્તુતિરચના કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152