________________
પંડિતજી વિશે મહાનુભાવોના ઉદ્ગારો
પંડિત સુખલાલજી વિશે એમના જીવનકાળ દરમિયાન અને ત્યાર પછી પણ ભિન્ન ભિન્ન લેખકોએ પોતાનો પ્રતિભાવ દર્શાવી એમને બિરદાવ્યા છે. એ બધાનું સંકલન કરવામાં આવે તો તે ઘણું મોટું થાય. અહીં એમાંથી થોડાક લક્ષાણિક ઉદ્ગારો આપવામાં આવ્યા છે.
શ્રી વિનોબાજીએ કહ્યું છે, પંડિતજીમાં તટસ્થ બુદ્ધિ અથવા નિષ્પક્ષ બુદ્ધિની પરિપૂર્ણતા જોઈ શકાય છે?
પૂ. શ્રી રવિશંકર મહારાજે કહ્યું છે, “એમની આજની સિદ્ધિઓ એમના પૂર્વજન્મનું ફળ કેમ ન હોય? ભારે પુરુષાર્થ કરીને તેઓ પ્રજ્ઞાચક્ષુ બન્યા છે. તેઓ ભારતનું એક અમૂલું રત્ન છે.”
:
પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે, “શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. મારી દષ્ટિને તેમણે વિશદ બનાવી છે. મારી સાથે તેમણે અનુકૂળપણે પોતાના અતિગંભીર અધ્યયન-ચિંતનમાંથી ઉદ્ભવેલી અનુભવપૂર્ણ વાતો કરી છે. જેથી જીવનમાં નવું જ્ઞાન અને સ્કુરણાઓ જાગે છે. પોતાની પદ્ધતિને સ્વસ્થ રાખવા પંડિતજી ઘણી ઘણી લાંઘણો અને અર્ધ લાંઘણો ખેંચી કાઢે છે, પરંતુ જ્ઞાનોપાસનાની લાંઘણ તેઓ ભાગ્યે જ કરે છે.'
કાકા કાલેલકરે લખ્યું છે, પંડિત સુખલાલજી નજરે જોઈ શકતા નથી. પરણીને એમણે ગૃહઆશ્રમ કર્યો નથી. આ બે મોટી ઊણપો હોવા છતાં એમનું જીવનદર્શન અધૂરું નથી... નિરાગ્રહી અને નિસ્પૃહી હોવાને કારણે એમણે પોતાની તેજસ્વિતા ખોઈ
નથી.”
રાહુલ સાંકૃત્યાયને લખ્યું છે, “પંડિત સુખલાલજી આપણા તપસ્વી વિદ્યાચરણ સંપન્ન પ્રાચીન પંડિતોના પ્રતીક છે. સંસ્કૃત દર્શનના અભુત વિદ્વાન છતાં તેમની તીવ્ર જિજ્ઞાસા જોઈને આશ્ચર્ય થાય છે. સાંપ્રદાયિક સંકીર્ણતા એમનામાં નથી. એમની વિદ્વત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org