________________
પંડિતજીનું સાહિત્ય
પંડિત સુખલાલજીએ જે વિપુલ અને ગહન સાહિત્યનું લેખનકાર્ય કર્યું છે, તે એમની શારીરિક મર્યાદાનો વિચાર કરીએ તો આશ્ચર્યચકિત કરી નાખે એવું છે.
કિશોરવયે અંધત્વ આવ્યા પછી પંડિતજી ઉપાશ્રયમાં જઈને શ્લોકો, ગાથાઓ, થોકડાઓ વગેરે કંઠસ્થ કરતા. ત્યારથી એમને એમાં રસ પડવા લાગ્યો હતો. કાશી જઈને એમણે વિદ્યાભ્યાસ કર્યો, વિશેષતઃ હેમચંદ્રાચાર્યના “સિદ્ધહૈમ શબ્દાનુશાસનને બ્રહવૃત્તિ સાથે કંઠસ્થ કર્યું અને ન્યાયદર્શનના ગહનતમ ગ્રંથોનું અધ્યયન કર્યું. એથી એમની સાહિત્ય પ્રત્યેની અને તત્ત્વવિચારણા માટેની અભિરુચિ સારી રીતે ઘડાઈ હતી.
અંધ વ્યક્તિ બીજાની મદદથી વાચન-અધ્યયન કરે એ પણ એટલું સરળ નથી, તો પછી લેખનકાર્ય કરવાની તો વાત જ શી? યુવાન વયે પંડિતજીએ પોતે પણ નહિ ધારેલું કે તેઓ લેખનકાર્ય તરફ વળશે. પરંતુ એક વખત કાશીમાં મુનિ શ્રી કર્પરવિજયજીએ પંડિતજીના એક મિત્રને નિખાલસતાથી કહેલું કે પંડિતજી અંધ છે, એટલે તેઓ લેખનકાર્ય નહિ કરી શકે, માટે તેઓ ભણાવવાનું કાર્ય કરે એ જ એમને માટે યોગ્ય છે.” આ વાત જ્યારે એ મિત્રે પંડિતજીને કહી ત્યારે એ વાત તો એમને સાચી લાગી. પણ એમના અંતરમાં એ વાત બહુ ખટકી. ત્યારે જ જાણે એમણે મનોમન દઢ સંકલ્પ કર્યો કે પોતે લેખનકાર્ય અવશ્ય કરવું જ. કેમ ન કરી શકાય ? પંડિતજીમાં આત્મબળ એટલું બધું હતું કે તેમણે પોતાના બધા પુરુષાર્થને એ દિશામાં કેન્દ્રિત કરી દીધો. પંડિતજીએ જે સાહિત્યનું નિર્માણ કર્યું છે તે જોતાં એમનામાં એ પ્રકારની પ્રતિભા હતી જ એમ પ્રતીતિ થાય છે. એ પ્રતિભાને અદમ્ય, અથાગ પુરુષાર્થના જળથી સિંચન કરીને એમણે પાંગરવા દીધી અને પછી તો એ સ્વયમેવ વિકસવા લાગી.
પંડિતજીએ પોતાના લેખનકાર્યના આરંભ માટે સ્થળ તરીકે કાશીની જ પસંદગી કરી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કાશીમાં ગંગાકિનારે સરસ્વતી માતાની મંત્રસાધના કરી હતી એ પંડિતજી જાણતા હતા. એટલે એમણે પણ લેખનકાર્ય માટે ગંગાકિનારે મંત્રસાધના કરી હતી. વળી પંડિતજીએ લેખનકાર્યના મહાવરા માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો જ સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ “જ્ઞાનસાર હિંદીમાં અનુવાદ કરવા માટે પસંદ કર્યો. તેઓ અનુવાદ કરે બીજા પાસે લખાવે) અને પછી તેમાં કચાશ જણાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org