________________
અંતિમ વર્ષો • ૧૧૯ અલબત્ત, ત્યારે પણ એમની માનસિક સ્વસ્થતા સારી હતી અને સ્મૃતિ પણ સતેજ રહેતી. છેલ્લા દિવસોમાં એમની શ્વાસની તકલીફ વધી ગઈ હતી. એમ કરતાં, ટૂંકી માંદગી પછી ૧૯૭૮ના માર્ચની બીજી તારીખે એમણે દેહ છોડ્યો. એમની સ્મશાનયાત્રામાં સ્થાનિક અનેક સારસ્વતો જોડાયા હતા. મુંબઈ, બનારસ અને અન્ય સ્થળેથી પણ એમના કેટલાક ચાહકો આવી પહોંચ્યા હતા.
અમદાવાદમાં શ્રી રસિકલાલ પરીખના પ્રમુખસ્થાને એમને શ્રદ્ધાંજલિ આપવા સભા યોજાઈ હતી. એમાં પણ ઘણા નામાંકિત સાહિત્યકારો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે શારીરિક મર્યાદાને અતિક્રમીને પોતાના સુદીર્ઘ જીવનકાળને સમૃદ્ધિથી સભર બનાવી દીધો એવી આ મહાન વિભૂતિની જીવનલીલા સંકેલાઈ ગઈ. એમના નશ્વર દેહનો અંત આવ્યો, પણ એમનો અક્ષરદેહ અનેકને માટે ચિરકાળ પ્રેરણારૂપ બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org