Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 134
________________ અંતિમ વર્ષો • ૧૧૭ વંચાવવાની પરાધીનતા ન રહે એટલે પ્રથમ વાચને જ તેઓ કેટલીયે પંક્તિઓ, પાનાં નંબર વગેરે પોતાના સ્મૃતિપટમાં અંકિત કરી લેતા. એમની સ્મૃતિ અત્યંત સતેજ હતી. જીવનનાં છેલ્લાં કેટલાંક વર્ષ પંડિતજીએ અમદાવાદમાં સાબરમતીના કિનારે, આશ્રમ પાસે આવેલા શેઠ માણેકલાલ જેઠાલાલના બંગલા, “સરિતકુંજમાં પસાર કર્યા હતાં, બંગલો ઘણુંખરું ખાલી રહેલો અને પંડિતજીને પાછળના ભાગમાં સ્વતંત્ર રૂમ, રસોડું વગેરે મળ્યાં હતાં, આ બંગલો જ્યારે વેચાઈ ગયો અને ખરીદનારને એ તોડીને મોટી ઈમારત બાંધવી હતી, ત્યારે પંડિતજીને “સરિતકુંજ છોડવું પડ્યું હતું, તે દરમિયાન પંડિતજીના સ્વજનસમા મુનિશ્રી જિનવિજયજીએ અમદાવાદમાં “અનેકાન્તવિહાર' નામનું પોતાનું સ્વતંત્ર મકાન બાંધ્યું હતું. એટલે પંડિતજી “અનેકાન્તવિહારમાં રહેવા ગયા હતા. અને જીવનના અંત પર્યત એ સ્થળે જ રહ્યા હતા. મુનિ શ્રી જિનવિજયજી અને પંડિતજી જીવનનાં અંતિમ વર્ષોમાં સાથે રહ્યા હતા. પહેલાં મુનિ શ્રી જિનવિજ્યજીએ અને પછી પંડિતજીએ પૂરી પાકી વયે આ “અનેકાન્તવિહારમાં દેહ છોડ્યો હતો. પંડિતજીએ જીવનભર અધ્યયન અને લેખન કર્યું છે. પોતાની શારીરિક મર્યાદાને લક્ષમાં રાખીને એમણે કેટલાક નિર્ણયો દીર્ઘદૃષ્ટિપૂર્વક લીધા હતા. પોતે અંધ હતા અને પરિણીત જીવન જીવવું નહોતું એટલે સંતાન, મિલકત, વારસદાર વગેરેની જંજાળથી તેઓ મુક્ત રહ્યા હતા. આથી જ તેમણે પોતાની માલિકીનું ઘર કહેવાય એવું ઘર ક્યારેય કર્યું નહોતું. ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના પર બહુ પડ્યો હતો એટલે સાદાઈ, સંયમ અને સ્વચ્છતાના ગુણ એમનામાં ખીલ્યા હતા. તેઓ જરૂર પૂરતાં જ કપડાં રાખતા ઘરમાં હોય ત્યારે ખાદીનું ફક્ત એક ધોતિયું પહેરીને જ ઉઘાડી છાતીએ આખો દિવસ બેસતા. બહાર જવું હોય તો પહેરણ પહેરતા. શિયાળો હોય તો બંડીનો ઉપયોગ કરતા. રાત્રે સૂતી વખતે પણ જરૂર હોય તો જ પહેરણ પહેરતા. તેઓ જરૂર પૂરતી ચીજવસ્તુઓ રાખતા. ગ્રંથો એ એમનો મુખ્ય પરિગ્રહ હતો. પરંતુ એમાં પણ જરૂરી હોય એટલા જ ગ્રંથો રાખતા અને જરૂર ન હોય એવા ગ્રંથો કોઈ ગ્રંથાલયને આપી દેતા. તેઓ જ્યાં રહે ત્યાં ઘરથી પરિચિત થઈ જાય પછી જાતે જ ઘરમાં હરફર કરતા. સ્નાન વગેરે જાતે જ કરી લેતા. ચીજવસ્તુઓ જાતે જ લેતા. રસોઈ, ભોજન ઈત્યાદિ માટે તથા બહાર જવા-આવવા માટે એક મદદનીશ રાખતા અને તેને પ્રેમથી સાચવતા. ક્યારેક જરૂર પડે તો લખવા માટે પગારથી કોઈ મદદનીશ રાખતા, પણ ઘણુંખરું સેવાભાવથી એમનું કાર્ય કરી આપનાર કોઈક ને કોઈક મળી રહેતા. તેઓ પોતાની આસપાસના મદદનીશ માણસો વગેરે સૌની સાથે ઉદારતા, મીઠાશ અને વાત્સલ્યભર્યો સંબંધ રાખતા. (આ લેખકને પણ ૧૯૫૫–૫૬ના એક વર્ષ માટે પંડિતજી પાસે એમના વાચન માટે રોજ સાંજે બે કલાક “સરિતકુંજમાં જવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો. પોતાને જે ગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152