________________
પૂનાની જૈન બોર્ડિંગમાં
પૂનામાં જૈન બોર્ડિંગમાં ધાર્મિક શિક્ષક તરીકે નોકરી કરવાની દરખાસ્ત આજીવિકા અને અનુભવ બંને દૃષ્ટિએ પંડિતજીએ સ્વીકારી લીધી. તે મુજબ ૧૯૧૭ના અષાઢ મહિનામાં તેઓ કાશીથી હરજીવન અને હરખચંદ સાથે પૂના જવા નીકળ્યા. એ બાજુ પ્રવાસ ક૨વાનો આ તેમનો પહેલો જ અનુભવ હતો.
કેટલાંક વર્ષ પહેલાં પંડિતજી જ્યારે વતન છોડીને કાશી જઈ રહ્યા હતા ત્યારે એક સ્થાનકવાસી સાધુએ એમને શિખામણ આપી હતી કે કાશીમાં ધ્યાન રાખજો, કા૨ણ કે ‘વારાણસી ધૂર્તવત્’ કહેવાય છે. ત્યાં લુચ્ચા, છેતરપિંડી ક૨ના૨ા માણસોથી સાચવવું’ પંડિતજીએ વારાણસી ગયા ત્યારે એ અંગે બરાબર સંભાળ લીધેલી. એટલે કોઈ એવો માઠો અનુભવ ત્યાં નહિ થયેલો. પણ પૂના પહોંચતાં સ્ટેશને જ મજૂર અને ટિકિટ ચેકરે પુસ્તકોના વજન માટે પૈસા કઢાવવા જે હેરાનગતિ પંડિતજીને પહોંચાડી તેથી પૂના ધૂર્તવ’નો એમને અનુભવ થયો હતો.
પૂનાના જૈન બોર્ડિંગમાં ધાર્મિક શિક્ષક તરીકેનું પંડિતજીનું કાર્ય કસોટી કરે એવું હતું. બોર્ડિંગમાં જે વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદી જુદી કૉલેજમાં જુદા જુદા વિષયનો અભ્યાસ કરનારા હતા. એમાં ઇજનેરી, ખેતીવાડી કે વિજ્ઞાનના વિષયના વિદ્યાર્થીઓ વધુ હતા. કોઈને સંસ્કૃત ભાષાની જાણકારી નહોતી અને તત્ત્વજ્ઞાનમાં કોઈને રસ નહોતો. આવા વિદ્યાર્થીઓને ભણવામાં ક્યાંથી રસ પડે ? ભેંસ આગળ ભાગવત જેવું થાય, પરંતુ પંડિતજીએ એનો રસ્તો એવી રીતે કાઢ્યો કે જે વિદ્યાર્થીને સંસ્કૃત ભાષા શીખવી હોય તેને જુદો સમય આપવો, અને જેને ધર્મતત્ત્વજ્ઞાનનો કોઈ ગ્રંથ વાંચવો હોય તેને માટે પણ જુદો સમય ફાળવવો. એટલે એવા વિશિષ્ટ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને અભિરુચિ સંતોષાય. એ પછી વર્ગનું ધોરણ પંડિતજીએ સર્વસાધારણ કરી નાખ્યું. એ જમાનામાં ચાલતી રાષ્ટ્રીય ચળવળની અને છાપાંઓમાં આવતા સમાચારોની વાતો વર્ગમાં ક૨વાનું રાખ્યું. છેલ્લી થોડી મિનિટોમાં તેઓ તત્ત્વાર્થસૂત્રની સાથે એનો વિનિયોગ કરી લેતા. પરિણામે વિદ્યાર્થીઓમાં ધાર્મિક વર્ગમાં હાજર રહેવાનો અને તેમાં રસ લેવાનો ઉત્સાહ જળવાઈ રહ્યો. બીજી બાજુ પંડિતજીને પણ ‘કેસરી’, ‘જાગૃતિ’ વગેરે સામયિકોમાં આવતા વિવિધ વિષયો વાંચવાનો અવકાશ પણ સાંપડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org