________________
આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ ૦ ૯૧ સપરિવાર આગ્રા આવ્યા હતા. આગ્રામાં એમનો અભ્યાસ સારો ચાલવા લાગ્યો. દરમિયાન સોલાપુરથી એક દિગંબર પંડિત આગ્રા આવી પહોંચ્યા હતા. એથી નેમચંદ ગાંધી શ્વેતામ્બર સંપ્રદાયના પંડિતજી પાસે અભ્યાસ કરવા માટે શરમાયા અને પોતે જાત્રાએ નીકળ્યા છે. અને રસ્તામાં આગ્રામાં રોકાયા છે એવું ખોટું બહાનું કાઢ્યું. પંડિતજી આ નાટક સમજી ગયા. તેઓ કશું બોલ્યા નહિ, પણ એમને દુઃખ થયું. વળી વધારે દુઃખ તો પછીથી એ વાતનું થયું કે વયોવૃદ્ધ બ્રાહ્મણ પંડિતને નેમચંદ ગાંધી ભણવા લઈ આવ્યા હતા. તેમનું આગ્રામાં અવસાન થયું.
પંડિતજી પૂનાથી આગ્રા આવીને રોશન મહોલ્લાની જાણીતી જૈન ધર્મશાળામાં ઊતર્યા હતા. બાજુમાં શ્રી શીતલનાથ ભગવાનનું મંદિર અને ઉપાશ્રય હતાં. આ ઉપાશ્રયવાળી જગ્યા બાદશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિને ભેટ આપી હતી એમ મનાય છે. આ મંદિરમાં શ્રી શીતલનાથની ભવ્ય મૂર્તિ ઉપરાંત ઈન્દ્રની પણ એક કલાકારીગીરીવાળી રમણીય મૂર્તિ છે.
આગ્રામાં આ વખતે કર્મગ્રંથના કામ માટે પંડિતજી અને રમણીકલાલ મોદી ઉપરાંત પંદર માણસોનો સમુદાય એકઠો થયો હતો. એટલે દેખીતું છે કે ખર્ચ વધારે આવે. સમાજ ઉપર વધારે બોજો ન પડે એ માટે પંડિતજીએ ખાનપાનમાં સાદાઈ દાખલ કરી હતી. પંડિતજીને પોતાને ઘી-દૂધ વગરના આહારથી સ્કૂર્તિ સારી રહેતી અને વાચનલેખનનું કામ સારું થતું. ઓછા ખર્ચે રસોડું ચલાવવાનું હતું એટલે તેઓએ જુદાં જુદાં કામ વહેંચી લીધાં હતાં. પંડિતજી અને રમણીકલાલ મોદીએ વાસણ માંજવાની જવાબદારી લીધી હતી. એથી શ્રમનું ગૌરવ પણ વધતું. આ અનુભવે પંડિતજીને લાગ્યું હતું કે ફાજલ સમયમાં આવાં શારીરિક કામ કરવાથી બૌદ્ધિક કામમાં વિક્ષેપ પડતો નથી.
પંડિતજીએ કર્મગ્રંથ'ના ત્રણ ભાગનો હિંદીમાં જે અનુવાદ કર્યો હતો તે છપાવવાનું કામ આગ્રામાં ચાલુ થયું હતું. રમણીકલાલ મોદીના આગ્રા આવવાથી એ કામ પાછું વેગથી ચાલવા લાગ્યું. પંડિતજીએ કર્મગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના લખવાનું વિચાર્યું. એ માટે એમણે શ્વેતામ્બર અને દિગંબર પરંપરાના કર્મસિદ્ધાન્ત વિશેના ઉપલબ્ધ બધા જ ગ્રંથો વાંચી લીધા. એ માટે ઘણી બધી નોંધો પણ કરી લીધી. એમણે પ્રસ્તાવના લખવા માટે લોકમાન્ય ટિળકે “ગીતા રહસ્ય' નામના પોતાના ગ્રંથમાં જે સવિસ્તર પ્રસ્તાવના લખી છે, તે નમૂનારૂપે નજર સામે રાખી હતી, પરંતુ પછીથી પોતાના અંગત સંજોગો જોતાં લાગ્યું કે એટલી બધી વિસ્તૃત પ્રસ્તાવના પોતાનાથી નહિ લખી શકાય. એટલે મધ્યમ કદની પ્રસ્તાવના લખવાનું એમણે વિચાર્યું. એ લખવા માટે એમણે આગ્રામાં એક શાંત અને શીતળ સ્થળ પસંદ કર્યું. તદુપરાંત ભરતપુરના મહારાજાની કોઠીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org