________________
પંચ-સ્પ્રતિક્રમણ સૂત્ર : ૯૯. ઘણા જુદા જુદા માણસો મળવા આવતા. એ બધાંને મળવાનો લાભ પંડિતજીને પણ મળતો. આથી આરામખુરશીમાં બેસીને આરામ કરવાના દિવસો પણ પંડિતજી માટે આનંદથી સભર બની ગયા હતા. આ આરામના દિવસો દરમિયાન પર્યુષણના દિવસો પણ આવી પહોંચ્યા. એ વખતે ત્યાં ઝવેરીવાડમાં શ્રી વિજયનેમિસૂરિજીનું ચાતુર્માસ હતું. પંડિતજી એમને મળવા ગયા હતા. પૂનાને બદલે અમદાવાદમાં રહી સંશોધનનું કામ કરવા માટે શ્રી વિજયનેમિસૂરિજીએ પંડિતજી આગળ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ પંડિતજીને અમદાવાદમાં રહીને કામ કરવાનું ફાવે એમ ન હતું.
અમદાવાદમાં પગની સારવાર કરાવ્યા પછી પંડિતજી ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પૂના ગયા. ત્યાં પોતાના ગ્રંથો છપાવવા માટે એમણે પોતાનું લખાણ સાથે લીધું હતું. પરંતુ ત્યાં કોઈ પ્રેસની અનુકૂળતા જણાઈ નહિ. એટલે એ વિચાર પડતો મૂકવો પડ્યો હતો. ત્યાર પછી પંડિતજી તથા રમણીકલાલ મોદીએ “કર્મગ્રંથની પ્રસ્તાવના અને પરિશિષ્ટો તૈયાર કરવાનું કામ ઉપાડ્યું.
ઓરિએન્ટલ કોન્ફરન્સમાં પંડિતજીને જુદા જુદા વિદ્વાનોને સાંભળવાની સરસ તક મળી. તદુપરાંત રામકૃષ્ણ ભાંડારકર, હરિસત્ય ભટ્ટાચાર્ય, સતીશચન્દ્ર વિદ્યાભૂષણ, મહામહોપાધ્યાય લક્ષ્મણ શાસ્ત્રી દ્રવિડ વગેરે વિદ્વાનોનો એમને પ્રત્યક્ષ સરસ પરિચય થયો. પંડિતજી માટે આ એક મોટો લાભ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org