________________
સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અંતરાયો
પંચ-પ્રતિક્રમણ સૂત્રના અનુવાદનો ગ્રંથ પ્રેસમાં છપાવા ગયો. હવે પંડિતજી બીજું કિંઈક કામ હાથ પર લેવા વિચારતા હતા. એવામાં કાશીમાં પોતાની સાથે અભ્યાસ કરતા હતા તેમાંથી બે મુનિઓ આગ્રા પંડિતજીને મળવા આવ્યા. એમાંના એક તે શ્રી ક્ષમામુનિ સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. એમણે પંડિતજી સાથે રહી કંઈક કામ કરવાની તત્પરતા બતાવી. પંડિતજીને થયું કે જો પોતાના કામની કેટલીક જવાબદારી રમણીકલાલ મોદી ઉપરાંત શ્રી ક્ષમામુનિ ઉપાડી લેતા હોય તો સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિતર્કનું કામ કરવા જેવું છે. શ્રી ક્ષમામુનિએ એ કામ સ્વીકારવાની સંમતિ દર્શાવી એટલે પંડિતજીએ સન્મતિતર્કનું સંશોધન સંપાદન અને હિંદી ભાષાન્તર કરવાનું નક્કી. કર્યું. એ માટે જોઈતી પોથીઓ પણ મંગાવી લીધી. તે દરમિયાન અમદાવાદથી પંડિત ભગવાનદાસ પણ આવી પહોંચ્યા. “સન્મતિતર્કનું કામ ચાલુ થયું, પંડિતજી માર્ગદર્શન આપતા જાય તે પ્રમાણે શ્રી ક્ષમામુનિ, પંડિત ભગવાનદાસ અને રમણીકલાલ કાર્ય કરતા હતા. આગ્રામાં આ કાર્ય ચાલતું હતું તે દરમિયાન શ્રી ક્ષમામુનિને થોડા દિવસ બહાર જવાનું થયું. આગ્રાથી ફતેપુર સિકીને રસ્તે દાદા સાહેબનો બગીચો છે. આ બગીચો શહેનશાહ અકબરે શ્રી હીરવિજયસૂરિજીને સમર્પિત કર્યો હોવાનું કહેવાય છે. આ બગીચામાં એક જિનમંદિર છે. એમાં મૂર્તિની પુન:પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો. અને પ્રતિષ્ઠા શ્રી ક્ષમામુનિની નિશ્રામાં ગોઠવાઈ હતી. શ્રી ક્ષમામુનિ ત્યાં ગયા, પ્રતિષ્ઠાવિધિ સારી રીતે સંપન્ન થઈ ગઈ. પરંતુ ત્યાંથી શહેરમાં પાછા ફર્યા પછી મુનિને તાવ આવ્યો. થોડા દિવસમાં તો એ તાવ એટલો વધી ગયો કે શ્રી ક્ષમામુનિ કાળધર્મ પામ્યા. એથી પંડિતજીને ઘણો આઘાત લાગ્યો, એવામાં પંડિત ભગવાનદાસને ભગંદરનો રોગ થયો અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું પડ્યું. તે પછી તેઓ અમદાવાદ ઘરે આરામ માટે ચાલ્યા ગયા. “સન્મતિતર્કનું કાર્ય મંદ પડી ગયું.
એ વખતે આગ્રામાં ટાઈફોઈડ તાવનો વાયરો હતો. પંડિતજી, રમણીકલાલ મોદી, એમનાં પત્ની અને પંડિતજીની બે ભત્રીજીઓ બધાં તાવમાં સપડાયાં. પંડિતજીના મિત્ર વ્રજલાલજી મળવા આવેલા. તે પણ તાવમાં પટકાયા. એટલે સન્મતિતર્કનું કાર્ય ખોરંભે પડી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org