________________
ગૂજરાત વિદ્યાપીઠમાં “સન્મતિતર્કનું કાર્ય
સમેતશિખરની યાત્રા કરીને પંડિતજી આગ્રા પાછા આવ્યા. અહીં એમનું લેખનનું તથા ગ્રંથપ્રકાશનનું કાર્ય ચાલતું હતું. એવામાં મુનિ શ્રી જિનવિજયજીનો અમદાવાદથી પત્ર આવ્યો. તેઓ ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં કાર્ય કરવા માટે નિયામક તરીકે જોડાઈ ગયા હતા. તેમણે પંડિતજીને અમદાવાદ આવીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાવા માટે અનુરોધ કર્યો, કારણ કે સંશોધનના કામ માટે ત્યાં સારો અવકાશ હતો. પંડિતજીને મુનિશ્રી સાથે સારો મનમેળ હતો, જાણે બે સગા ભાઈ જેવો. એટલે પંડિતજીને વિદ્યાપીઠમાં જોડાવાનું ગમ્યું. એમની ઈચ્છા પોતાનું સન્મતિતર્કનું શરૂ કરેલું કાર્ય પૂરું કરવાની હતી.
નિર્ણય થતાં ઈ. સ. ૧૯૨૨માં પંડિતજી આગ્રા છોડી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. એમણે ‘સન્મતિતર્કનું ટીકા સાથે સંપાદન કરવાનું કાર્ય ચાલુ કર્યું. એ માટે એમને કાશીની પાઠશાળાના પોતાના સહાધ્યાયી પંડિત બેચરદાસ દોશીનો સહકાર મળી ગયો.
“સન્મતિતર્ક એ શ્રી સિદ્ધસેન દિવાકરનો મુખ્ય ગ્રંથ છે. વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં થઈ ગયેલા આ મહાન જૈનાચાર્યે સન્મતિતર્કમાં અનેકાન્ત દૃષ્ટિનું સચોટ નિરૂપણ કર્યું છે. એમણે ગ્રંથનું નામ પણ યથાર્થ રાખ્યું છે. ભગવાન મહાવીર સ્વામીનું એક નામ “સન્મતિ' છે. અનેકાન્તવાદ એ ભગવાન મહાવીરનો મુખ્ય તર્ક અથવા સિદ્ધાંત છે. એટલે ગ્રંથનું નામ રાખવામાં આવ્યું સન્મતિતર્ક.
અનેકાન્તવાદ અથવા અનેકાન્તદર્શન એ જૈન ધર્મનો પ્રાણ છે. જેને કૃતસાહિત્યને સમજવા માટે તે ગુરુચાવી (master key) રૂપ છે. શ્રી સિદ્ધસેન દિવાકરનો આ ગ્રંથ ગહન અને સઘન છે. સંક્ષેપમાં એમણે બધું સરસ રીતે સમજાવ્યું છે.
અનેકાન્ત દૃષ્ટિથી એમણે બીજાં દર્શનોની પણ મીમાંસા કરી છે. એમણે પ્રાકૃત ભાષામાં આર્યા છંદમાં ૧૬૬ ગાથામાં આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથની મહત્તા કેટલી બધી છે એ એક જ વાત પરથી સિદ્ધ થશે કે શ્રી અભયદેવસૂરિજીએ આ ૧૬૬ ગાથા ઉપર ૨૫000 શ્લોક પ્રમાણ ટીકા લખી છે. અને એ ટીકાનું નામ આપ્યું છે, વાદમહાર્ણવ ! આ ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ પોતાના સમય સુધીમાં પ્રવર્તતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org