________________
આગ્રામાં કુટુંબસંસ્કાર • ૧૦૫ ફાલના ઊતર્યા ત્યારે એમને ગુલાબચંદજી ઢઢાનો ત્યાં મેળાપ થયો. એ વખતે એમ. એ. સુધી ભણેલા, જાતિસ્મરણ જ્ઞાન જેમને થયેલું એમ કહેવાતું એ ગુલાબચંદજી ઢઢાનું નામ રાજસ્થાનમાં ઘણું મશહૂર હતું. ફાલનાથી પંડિતજી સાદડી પહોંચ્યા. ત્યાં તેઓ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા. એથી પરસ્પર આનંદ થયો. અધિવેશનમાં માત્ર હાજરી આપવાના આશયથી જ તેઓ સાદડી ગયા હતા. એટલે પહેલે દિવસે જ અધિવેશનની પહેલી ઉદ્ઘાટન બેઠકમાં ઉપસ્થિત રહીને તથા શ્રી વિજયવલ્લભસૂરિજીને મળીને પંડિતજી પાછા ફાલના સ્ટેશને આવી પહોંચ્યા. ત્યાં તેમને કૉન્ફરન્સના કાર્યકર્તાઓ શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી દેવકરણ મૂળજી, શ્રી મકનજી બેરિસ્ટર, વગેરે મળ્યા હતા.
ફાલનાથી પંડિતજી આગ્રા પહોંચી ગયા. ત્યાં રમણીકલાલ મોદી અને એમનાં પત્ની તારાબહેન પૂનાથી આવી ગયાં હતાં. આગ્રામાં પંડિતજીના પંચપ્રતિક્રમણસૂત્ર, ગ્રંથનું કાર્ય પૂરું થવા આવ્યું હતું. એમનો ભત્રીજો અને બે ભત્રીજીઓ પણ સાથે હતાં એટલે વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. વળી છોકરાંઓએ ગુજરાત બહારની દુનિયા પહેલી વાર જોઈ અને પંડિતજી સાથે રહેવાનું મળ્યું એટલે વિદ્યાધ્યયનના વાતાવરણમાં તેમને સારા સંસ્કાર મળ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org