________________
પંચ-પ્રતિક્રમણસૂત્ર - ૯૭ પારસીઓના ખોરદેહ અવસ્તા વગેરેની તુલનાત્મક સમીક્ષા આ પ્રસ્તાવનામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુ વાચકને એ ઘણી ઉપયોગી થઈ પડે એવી છે.
આ રીતે પંચ-પ્રતિક્રમણ – સૂત્રોના અનુવાદના ગ્રંથનું લેખનકાર્ય પૂરું થયું અને એ છાપવા માટે પ્રેસમાં આપવામાં આવ્યું. એવામાં બાબુ બહાદુરસિંહજી સિંધી આગ્રા આવ્યા, એમણે ગ્રંથ પ્રકાશનમાં કરકસર ન કરવા કહ્યું. પંડિતજી સારા પ્રેસની તપાસમાં હતા. એવામાં પૂનાથી શ્રી જિનવિજયજીનો પત્ર આવ્યો કે તમે પૂના આવો તો ત્યાં સારું મુદ્રણકાર્ય થઈ શકશે, એટલે પંડિતજી અને રમણીકલાલ મોદી પૂના ગયા. પરંતુ પૂનામાં તપાસ કરતાં લાગ્યું કે એ કામ જોઈએ તેવું સરસ રીતે થશે નહિ. એટલે તેઓ આગ્રા પાછા ફ્યુ. પછી ચર્ચાવિચારણા કરતાં તેમણે એવો ઉકેલ કાઢ્યો કે ટાઈપ મુંબઈથી નિર્ણયસાગર પ્રેસના મંગાવવા, કારણકે તે જમાનામાં સારામાં સારા દેવનાગરી ટાઈપ નિર્ણયસાગર પ્રેસના ગણાતા. વળી કાગળ કલકત્તાથી મંગાવવા અને તે પણ બાબુ બહાદુરસિંહજી પોતે જ પસંદ કરીને મોકલાવે. આ રીતે ટાઈપ અને કાગળ મંગાવીને ગ્રંથ આગ્રામાં જ ગીતા પ્રેસમાં છપાવવો એમ નક્કી કર્યું. ટાઇપ અને કાગળ આવી જતાં મુદ્રણકાર્ય ચાલુ થયું અને સરસ ગ્રંથ તૈયાર થઈ ગયો. એ જોઈને બાબુ ડાલચંદજીને તથા તેમના પુત્ર બાબુ બહાદુરસિંહજીને અતિશય આનંદ થયો.
આ સમય દરમિયાન પૂનાથી મુનિશ્રી જિનવિજયજીએ પંડિતજીને પત્ર લખ્યો કે પૂનામાં લેખનસંશોધનનું સારું કામ થઈ શકે એમ છે. તો તમે બધા આગ્રા છોડીને પૂના રહેવા આવો. મુનિ શ્રી જિનવિજયજીએ શ્રી હરિભદ્રસૂરિના સમય-નિર્ણય વિશે સંશોધનલેખ તૈયાર કર્યો હતો. પૂનામાં યોજાનાર ઓરિએન્ટલ કોન્ફરન્સમાં તેઓ તે રજૂ કરવાના હતા. વળી પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન હતું. પંડિતજીને આ બંને પ્રસંગોમાં ઉપસ્થિત રહેવા માટે મુનિશ્રી જિનવિજયજીએ કહેવડાવ્યું. મુનિ જિનવિજયજી હવે પોતાની ભિન્ન વિચારસરણીને કારણે સાધુ-સમુદાયમાંથી સ્વેચ્છાએ નીકળી ગયા હતા. હવે તેમણે એકલા રહેવાનું અને વાહનનો ઉપયોગ કરવાનું ચાલુ કર્યું હતું. શ્રી જિનવિજયજી સાથે પોતાને સારી આત્મીયતા હોવાથી પંડતિજીએ પૂના જવાનું નક્કી કર્યું.
પૂના જવાનું નક્કી તો થયું, પરંતુ આગ્રાથી ટ્રેન દ્વારા સીધા પૂના પહોંચી જવાને બદલે રાજસ્થાન અને ગુજરાતમાં જઈને પછી પૂના જવાનું પંડિતજીએ ગોઠવ્યું, કારણ કે સાદડીમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન શ્રી વિજયવલ્લભસૂરિજીને અને પોતાના વતન લીમલીમાં જઈને સ્વજનોને મળવાની તેમની ઇચ્છા હતી.
ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે તેઓ આગ્રાથી નીકળી સાદડી જવા માટે ફાલના સ્ટશને ઊતર્યાં. બીજાં બધાં ફાલના રોકાયાં અને પંડિતજી તથા રમણીકલાલ સાદડી જવા નીકળ્યા. અષાઢ મહિનો ચાલતો હતો અને ધોધમાર વરસાદ વરસતો હતો. ફાલનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org