________________
પંચ-પ્રતિક્રમણસૂત્ર
આગ્રામાં પંડિતજીનું કર્મગ્રંથનું કામ પૂરું થવા આવ્યું હતું ત્યાં એક નવી દરખાસ્ત આવી. કલકત્તામાં બાબુ ડાલચંદજી સિંધી ધનાઢ્ય તેમજ ધર્મપ્રેમી અને વિદ્યાપ્રેમી હતા. એમને એવો ભાવ થયો કે પંચ-પ્રતિક્રમણ - સૂત્રોનો સરસ હિંદી અનુવાદ કરાવીને તેની નકલો મફત વહેંચવી જોઈએ, પરંતુ તે ગ્રંથ સુંદર અને સુઘડ હોવો જોઈએ. એ કામ પંડિતજીને સોંપવાનું તેઓએ વિચાર્યું. કલકત્તાના શ્રી દયાલચંદજી ઝવેરીએ પંડિતજીને એ માટે પત્ર લખ્યો. પંડિતજીએ એ કામ તરત સ્વીકારી લીધું, કારણ કે એ નિમિત્તે પ્રતિક્રમણનાં સૂત્રોના ઐતિહાસિક ચિંતનની તક મળતી હતી. વળી તાત્ત્વિક ચિંતનને માટે પણ એમાં અવકાશ હતો. પંડિતજીની ઇચ્છા આ ગ્રંથમાં બધા જ ગચ્છોની પરિપાટીને સમાવી લેવાની હતી. એટલે નિર્ણય થતાં એમણે એ કામ શરૂ કરી દીધું. બાબુ ડાલચંદજીની એવી ભાવના પણ હતી કે નવકાર મંત્રના પંચપરમેષ્ઠી વિશે પણ સામાન્ય માણસોને રસ અને સમજ પડે એ રીતે લખી શકાય તો સારું. પંડિતજીએ એ દરખાસ્ત પણ સ્વીકારી અને એ વિશેનું લેખનકાર્ય પણ શરૂ કરી દીધું.
એ વખતે આગ્રામાં ઉનાળામાં ગ૨મી સખત પડતી હતી. એટલે ધાર્યું કામ થતું નહિ. એવામાં ડાલચંદજી ઝવેરીના ભાઈ ચાંદમલજીએ સૂચવ્યું કે આગ્રા શહેરમાં ગરમીમાં રહેવા કરતાં યમુના નદીના કિનારે તેઓ જો રહે તો ત્યાં ગ૨મી ઓછી લાગશે અને કામ વધુ થશે. એ સૂચન પંડિતજીને ગમ્યું. તેમણે તથા શ્રી રમણીકલાલ મોદીએ સાતેક માઈલ દૂર, અકબરના મકબરા સિકંદરાથી એકાદ માઈલ દૂર કૈલાસ’ નામના તીર્થધામમાં એક મકાન ઉનાળા માટે ભાડે રાખી લીધું. ત્યાં ગરમી ઓછી લાગતી હતી. એ મકાનના ભોંયરાનો એક ભાગ તો સીધો જમનાના જળ પાસે જ હતો. વળી નદીમાં પાણી તો કમર સુધીનું હતું, એટલે પાણીમાં નહાવા-તરવાનો આનંદ પણ સવારસાંજ માણી શકાતો. આ રીતે કૈલાસ તીર્થધામમાં પંચ-પ્રતિક્રમણના લેખનનું કાર્ય સારી રીતે થયું.
પંચ-પ્રતિક્રમણ સૂત્રોના આ ગ્રંથની પ્રસ્તાવનામાં પંડિતજીએ તુલનાત્મક અધ્યયન આપ્યું છે. સનાતનીઓની સંધ્યા, મુસલમાનોની નમાજ, બૌદ્ધોનો નિત્યપાઠ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org