________________
૯૮ • પડિત સુખલાલજી સાદડી છ માઈલ ચાલતા જવાનું હતું. તેઓ બંને મહારાજશ્રીને મળવા માટે નીકળ્યા. રસ્તામાં ઢીંચણ સુધીનાં પાણી હતાં. ચાલતાં ચાલતાં પાણીના જોરદાર પ્રવાહને લીધે. પંડિતજીએ પગમાં પહેરેલા જોડા પણ નીકળી ગયા. ઉઘાડા પગે પાણીમાં ચાલતાં ખેતરોમાંથી તણાઈ આવેલી બાવળની ઘણી બધી શૂળો એમના પગમાં ભોંકાઈ ગઈ અને વેદના અસહ્ય થવા લાગી. તેઓને રસ્તામાં એક ગામમાં રાતે રોકાઈ જવું પડ્યું. બધી શૂળો પગમાંથી કાઢવામાં આવી. પગે પાટા બાંધવામાં આવ્યા. ત્યાર પછી તેઓ બંને બીજે દિવસે સાદડી પહોંચ્યા અને શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા અને વંદન કર્યા. મહારાજશ્રીએ પંડિતજીની જૈન ધાર્મિક સાહિત્યની પ્રવૃત્તિ વિશે ઘણો ઉત્સાહ દાખવ્યો અને એ માટે આશીર્વાદ આપ્યા.
સાદડીમાં શ્રી વિજયવલ્લભસૂરિજીને મળ્યા પછી તેઓ ત્યાંથી પાસે આવેલા રાણકપુરના સુપ્રસિદ્ધ જૈન મંદિર “ધરણ વિહારનાં પગે ચાલીને દર્શન કરી આવ્યા. દર્શન અને એક વિશિષ્ટ વાતાવરણના અનુભવથી તેઓ બંનેએ કૃતકૃત્યતા અનુભવી હતી.
પંડિતજી સાદડીથી ફાલના થઈ પોતાના વતન લીમલીમાં આવ્યા. પગમાં વાગેલા કાંટાની ત્યાં સારવાર પણ કરાવવી હતી. એ જમાનામાં લીમલી જેવા નાના ગામમાં દાક્તર તો હોય નહિ. હજામ જ આવા ઉપચારો કરતા હતા. પંડિતજીએ હજામ પાસે કાંટા તો કઢાવ્યા, પણ પગે રૂઝ આવી નહોતી. તેઓ લીમલીથી અમદાવાદ આવ્યા. ત્યાં શ્રી વિજયવલ્લભસૂરિજીની ભલામણ અનુસાર શ્રી મંગળભાઈ ઝવેરીને ત્યાં ઊતર્યા. ત્યાં દાકતરે પગમાંથી બાકી રહેલા ઝીણા કાંટાઓ પણ કાઢ્યા અને યોગ્ય ઉપચારો કર્યા, પરંતુ સાથે સાથે સલાહ આપી કે “ત્રણ અઠવાડિયાં સુધી ક્યાંય હરફર કરશો નહિ.” એટલે પંડિતજીને ન છૂટકે મંગળભાઈ ઝવેરીને ત્યાં રોકાઈ જવું પડ્યું. એમણે રમણીકલાલ મોદીને પૂના રવાના કરી દીધા. અમદાવાદના આ નિવાસ દરમિયાન પંડિતજી ગાંધીજીના નવા તૈયાર થયેલા સાબરમતી આશ્રમમાં બે દિવસ પોતાના પરિચિત મિત્રોની સાથે રહી આવ્યા.
શ્રી મંગળભાઈ ઝવેરીને ત્યાં આરામ કરી રહ્યા હતા તે દરમિયાન પંડિતજીને બે વ્યક્તિઓનો પરિચય થયો. એક તે ડૉ. જીવરાજ ઘેલાભાઈ. તેઓ આગમગ્રંથોને પ્રસિદ્ધ કરવામાં રસ લેતા હતા. બીજા તે કેશવલાલ ખેમચંદ વકીલ. તેઓ જૈન ધર્મના જાણકાર હતા. જૈન સાહિત્ય વધુ પ્રસિદ્ધિમાં આવે એ માટે તેઓ કાર્ય કરતા હતા. ડૉ. જીવરાજ રોજ આવીને પંડિતજીને પગે દવા લગાડી, નવો પાટો બાંધી આપતા હતા.
પંડિતજીના જૂના મિત્રોમાં પ્રો. આથવલે રોજ આવતા અને પંડિતજીની પાસે હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણનો અભ્યાસ કરતા. તદુપરાંત પંડિત ભગવાનદાસ પણ વારંવાર મળવા આવતા. શેઠ મંગળભાઈના આતિથ્યભર્યા સ્વભાવને કારણે રોજ એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org