________________
આગ્રામાં કર્મગ્રંથનો અનુવાદ • ૯૩ હરખચંદ પણ ફુલુમાં સપડાયા અને થોડા દિવસમાં મૃત્યુ પામ્યા. એમના અવસાનથી પંડિતજીએ જાણે પોતાનો આધાર ગુમાવ્યો હોય એવું અનુભવ્યું.
આ ફૂલ પંડિતજી સિવાય સૌને થયો હતો. એમાંથી ઊગરવા માટે શું કરવું? પંડિતજીએ અને બીજાં બધાંએ લીમડાનાં પાન ચાવવાનું અને લીમડાનાં પાન વાટીને એનો ઉકાળો કરી પીવાનું ચાલુ કર્યું. લીમડાની કડવાશથી સૌએ રાહત અનુભવી.
ફલુનો ઉપદ્રવ શમી ગયો. પરંતુ પારિભાષિક કોશના કામમાં સહાયક બની શકે એવી વ્યક્તિઓ મળી નહિ. એટલે છેવટે એ યોજના પડતી મૂકવી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org