________________
પૂનાની જૈન બોર્ડિંગમાં ૦ ૮૭ સંભળાવતા હતા. આમ પ્રો. આથવલે સાથે પંડિતજીનો સંબંધ જીવનસભર ઘનિષ્ઠ રહ્યો હતો.
પૂનાના નિવાસ દરમિયાન પંડિતજીને બીજી બે વ્યક્તિઓનો પણ પરિચય થયો હતો કે જેમની સાથેની મૈત્રી જીવનભર રહી હતી. આ બે મિત્રોમાંના એક તે શ્રી ત્રિકમભાઈ મહાસુખલાલ શાહ હતા. તેઓ અમદાવાદના વતની હતા. અને પૂનામાં ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતનો વિષય લઈ અભ્યાસ કરતા હતા. ત્યાં અભ્યાસ કર્યા પછી તેઓ અમદાવાદ આવીને ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. ત્યાર પછી તેઓ વિદ્યાપીઠના મહામાત્ર થયા હતા. પંડિતજી પછીથી જ્યારે વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા ત્યારે ચારેક વર્ષ ત્રિકમભાઈ સાથે રહેવાનું પ્રાપ્ત થયું હતું. બંનેના વિષય જુદા હતા, પરંતુ ત્રિકમભાઈનો સ્વભાવ બહુ મળતાવડો અને પંડિતજીને પ્રેમ આપનારો હતો.)
પૂનાના મળેલા બીજા મિત્ર તે રસિકલાલ છોટાલાલ પરીખ હતા. તેઓ પણ અમદાવાદથી પૂના ભણવા આવ્યા હતા. તેમણે બી.એ.માં સંસ્કૃત ભાષાનો વિષય લીધો હતો. પંડિતજી પોતે સંસ્કૃતના જાણકાર હતા. એટલે બંનેનો રસ સમાન હતો. બંનેને નવું નવું વાંચવાની અને જાણવાની ઇચ્છા રહેતી. વળી કૉલેજમાં રસિકલાલ પરીખના સંસ્કૃતના અધ્યાપક તે પ્રો. ગુણે હતા. રસિકલાલ તેમની પાસે પ્રવચનસાર’ શીખતા હતા. એટલે પંડિતજી પાસે તે તાત્ત્વિક ગ્રંથ વાંચવાથી તેમને વિશેષ લાભ થતો.
પંડિતજીને પૂનામાં રસિકલાલે પોતાના પ્રોફેસર ગુણેનો પરિચય કરાવ્યો હતો. પ્રો. ગુણે મોટા વિદ્વાન તો હતા જ, પણ સાથે વિનમ્ર, ભલા અને જિજ્ઞાસુ હતા. પંડિતજી પૂના છોડવાનો વિચાર કરતા હતા ત્યારે ગુણે એમને પૂનામાં જ રોકાઈ જવા આગ્રહ કરતા. છાત્રાવાસને બદલે અન્ય કોઈ સંસ્થામાં પણ કામ મળી રહે એમ હતું. પૂનામાં પંડિતજીને તદુપરાંત પ્રો. રામકૃષ્ણ ભાંડારકરને મળવાની તક મળી હતી તથા પ્રો. ધર્માનંદ કૌસાંબી સાથે ગાઢ પરિચય થયો હતો. પ્રો. કૌસાંબી ત્યારે ફર્ગ્યુસન કૉલેજમાં પાલિ ભાષાના અધ્યાપક હતા. એમને મળતાં જ પંડિતજીની એમની સાથે મૈત્રી બંધાઈ હતી. પંડિતજીએ બૌદ્ધ દર્શનનો એટલો ઊંડો અભ્યાસ કરેલો નહિ, એટલે કૌસાંબી પાસેથી શીખવાની એમને ઘણી ઇચ્છા હતી. પરંતુ પૂનામાં એટલી તક ન મળી, પણ ઈ. સ. ૧૯૨૨માં ધર્માનંદ કૌસાંબી જ્યારે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે પંડિતજી પણ તેમાં જોડાયા હતા એ વર્ષો દરમિયાન બંનેની મૈત્રી ઘણી વધી. પંડિતજી ‘તત્ત્વાર્થસૂત્ર’ વિશે લેખનકાર્ય કરી રહ્યા હતા. એટલે બૌદ્ધ દર્શનમાં આવતા સમાન્તર વિષયોની તુલનાત્મક સમીક્ષા કરવામાં પ્રો. કૌસાંબી એમને સહાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org