________________
કાશીમાં લેખનકાર્ય
કાશીમાં અને મિથિલામાં વિદ્યાભ્યાસ કર્યા પછી પંડિતજીએ વ્યવસાય તરીકે અધ્યયન કરાવવાનું કાર્ય પસંદ કરેલું એ માટે ક્ષેત્ર તરીકે આગ્રા રાખ્યું હતું. ચાતુર્માસ દરમિયાન તેઓ સાધુઓને ભણાવવા માટે ગુજરાતમાં જઈ આવતા. એવી રીતે ચાર જેટલાં ચાતુર્માસ થઈ ગયાં. દરમિયાન શ્રી કપૂરવિજયજી (સન્મિત્ર)એ એક મિત્રને સાવ નિર્દોષભાવે નિખાલસતાથી કહ્યું, “તમે હિંદીમાં સારું લખી શકો છો તો ‘હિંદી જેન સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરો. સુખલાલને આંખો નથી. એમની અવસ્થા એવી પરાધીન છે કે તેઓ લેખનકાર્ય નહિ કરી શકે. માટે તેઓ ભણાવવાનું કામ કરે તો તેમાં વધુ સફળ થશે.'
એ મિત્રે પંડિતજીને સન્મિત્રની આ ભલામણની વાત કરી. સન્મિત્રની એ વાત પંડિતજીને સાચી લાગી. પરંતુ એમની એ વાત પંડિતજીને બીજી રીતે ખટકી. પોતે દેખતા નથી માટે લેખનકાર્ય નહિ કરી શકે એ વાત એમને બરાબર ન લાગી એટલે ગમે તેમ કરીને પણ લેખનકાર્ય કરવું એવો એમણે ત્યારે મનમાં દઢ સંકલ્પ કર્યો. પરંતુ આવું લેખનકાર્ય ક્યાં રહીને કરવું? પંડિતજીને તરત ઉપાધ્યાય યશોવિજયજી યાદ આવ્યા. એમણે કાશીમાં ગંગા નદીના કિનારે રહીને મંત્રસાધના સાથે સરસ્વતી દેવીની ઉપાસના કરી હતી. કાશીથી પંડિતજી પૂરા પરિચિત હતા. વળી ત્યાં ભદૈનીમાં ગંગાકિનારે તેઓ પહેલાં રહ્યા પણ હતા. એટલે એમણે પણ પોતાની મંત્રસાધના અને લેખનકાર્ય માટે કાશીનું એ જ સ્થળ પસંદ કર્યું. પોતે કાશી છોડ્યું હતું ત્યારે ત્યાં કેટલાક ગ્રંથો એક ટૂંકમાં મૂકીને આવ્યા હતા. એ ગ્રંથો હજુ ત્યાં જ હતા. એટલે તેઓ આગ્રાથી કાશી પહોંચ્યા. ત્યાં વ્રજલાલની માતા હજુ રહેતાં હતાં. વળી પંડિતજીની સાથે અગાઉ જે લક્ષ્મીનારાયણ નામનો બ્રાહ્મણ હતો તે હજુ ત્યાં કાશીમાં જ જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હતો. એટલે પંડિતજીને કાશીનું એ સ્થળ બધી રીતે અનુકૂળ લાગ્યું.
કલકત્તાવાળા બાબુ ડાલચંદજી પંડિતજીને કર્મગ્રંથના ભાગોનું હિંદીમાં ભાષાન્તર કરવાનું કામ સોંપ્યું હતું. એટલે પંડિતજીએ કાશીમાં રહીને એ ગ્રંથોના ભાષાન્તરનું કામ ઉપાડ્યું. તેઓ પોતાની સાથે પોતાના ભત્રીજા હરજીવનને લઈ ગયા. તદુપરાંત પોતાના કામમાં મદદરૂપ થાય એવા મહેસાણાની પાઠશાળાના પરિચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org