________________
૭૨ • પંડિત સુખલાલજી વગેરે ભણવા માટે આગ્રા સુધી આવી શકે એમ નહોતા. પણ વીરમગામ જરૂર આવી શકે એમ હતા.
પંડિતજીને જ્યારે વર્ષો પહેલાં કાશીની પાઠશાળામાં જવાનું થયું હતું ત્યારે શ્રી વિજયધર્મસૂરિજીની સૂચનાથી વીરમગામની પાઠશાળાના માસ્તર પંડિત જટાશંકરે એમની પરીક્ષા લીધેલી અને એમને માટે ભલામણ કરેલી. એ બ્રાહ્મણ પંડિત પંડિતજી કરતાં ઉંમરમાં ઘણા મોટા હતા, પરંતુ એમનો વિદ્યારસ પણ મોટો હતો. એમની નમ્રતા પણ એટલી જ મોટી હતી. તેમણે જ્યારે જોયું કે પંડિત સુખલાલજી કાશી જઈને ઘણું બધું ભણી આવ્યા છે, ત્યારે વિરમગામમાં તેમણે પણ સંકોચ વગર પંડિતજી પાસે વધુ અધ્યયન કરવાનું ચાલુ કર્યું હતું.
મુનિ શ્રી જિનવિજયજીને મહેસાણાની પાઠશાળામાં પંડિતજી પાસે અભ્યાસ કરવાનો જે સ્વાદ ચાખવા મળ્યો એથી તેઓ પણ વધુ અભ્યાસ કરવા માટે વિરમગામ આવી પહોંચ્યા. બીજા કેટલાક સાધુઓ પણ ત્યાં અભ્યાસ કરવા આવ્યા. એથી વિરમગામ જેવા સ્થળમાં પણ મહેસાણા જેવું જ વાતાવરણ બની રહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org