________________
કાશીમાં સ્વતંત્ર વિદ્યાભ્યાસ • ૫૭ પોતાના વક્તવ્યમાં લોકમાન્ય ટિકળનો ઉલ્લેખ કર્યો તો તે વખતે ઉપાશ્રયમાં ખળભળાટ મચી ગયો હતો.
પાલનપુરના નિવાસ દરમિયાન દિવાળીના દિવસોની રજા આવતી હતી. એટલે પાસે આવેલા આબુ તીર્થની યાત્રા કરી આવવાનું પંડિતજીને મન થયું. એમને ભણાવવા આવેલા પંડિતોને પણ આબુ જોવું હતું. એટલે તેઓ બધા આબુ-દેલવાડા ગયા. ત્યાંથી ઘોડા પર બેસી અચલગઢ પણ ગયા. પંડિતજીએ નાની ઉંમરમાં ઘોડેસ્વારી કરી હતી. તે હજુ ભુલાઈ નહોતી. એમની સાથે આવેલા મૈથિલી પંડિત અને એમનાં પત્ની બંને જુદા જુદા ઘોડા પર બેઠેલાં, પણ ઘોડેસ્વારીનો અનુભવ નહિ, એટલે બંને ગભરાઈ ગયાં હતાં અને પડતાં પડતાં બચી ગયાં હતાં. આબુ જઈ તેઓ પાછા પાલનપુર આવ્યા. - પાલનપુરમાં શ્રી વિજયવલ્લભસૂરિજી સાથે ચાતુર્માસ રહ્યા પછી વ્રજલાલ અને પંડિતજીએ પોતાના વિદ્યાભ્યાસ માટેનો આગળનો કાર્યક્રમ એવો નક્કી કર્યો કે વ્રજલાલે કલકત્તા જઈને અને પંડિતજીએ કાશી જઈને પોતપોતાનો અભ્યાસ આગળ ચાલુ રાખવો. તે પ્રમાણે તેઓ બંને પોતપોતાના નિર્ધારિત સ્થળે પહોંચી ગયા.
- કાશીમાં પહોંચ્યા પછી પંડિતજીએ નક્કી કર્યું કે કિવન્સ કૉલેજમાં ન્યાયના વિષયની મધ્યમાની પરીક્ષા આપવી. એ માટે એમણે ફોર્મ ભર્યું અને પરીક્ષાની તૈયારી શરૂ કરી. જે ગ્રંથો વાંચ્યા હતા તે પણ પરીક્ષાને નિમિત્તે તેઓ ફરીથી વાંચી ગયા. તેમણે પરીક્ષાની તૈયારી એટલી સરસ કરી હતી કે પ્રથમ વર્ગ મળે જ. પંડિતજી આંખે દેખતા નહિ, એટલે યુનિવર્સિટીઓના નિયમ પ્રમાણે તેમને લહિયો (water) આપવામાં આવ્યો. યુનિવર્સિટીનો સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે લખનાર (witer) તે વિષયનો નિષ્ણાત ન હોવો જોઈએ, કારણ કે તે પોતે જ વિદ્યાર્થીવતી બધા સવાલોના જવાબ સારી રીતે લખી નાખે. લખનારને વિદ્યાર્થીના બોલ્યા પ્રમાણે વાર લગાડ્યા વગર લખતાં બરાબર આવડવું જોઈએ, પંડિતજી માટે જે લહિયો નક્કી કરવામાં આવ્યો હતો તે ન્યાયના વિષયનો જાણકાર ન હતો. તે જ્યોતિષના વિષયનો હતો. તેને શુદ્ધ સંસ્કૃત ભાષા લખતાં આવડતી નહોતી. વળી તે બંગાળી હતો. એટલે પંડિતજી ‘વ’ બોલે અને તે “બ” લખે તથા સ બોલે તો શ લખે. સંસ્કૃતના ઉત્તર પત્રમાં આવી અશુદ્ધિ ચાલે નહિ. જવાબ ખોટો ગણાય.
પરીક્ષામાં પંડિતજી જે લખાવતા હતા અને લખનાર જે પ્રમાણે લખતો હતો તે ભટ્ટાચાર્ય નામના એક સુપરવાઈઝર જોતા હતા. તેમને થયું કે આ લહિયો તો ખોટું લખે છે. સુપરવાઈઝરે પંડિતજીને વાત કરી. એટલે પંડિતજીએ અંગ્રેજ પ્રિન્સિપાલ વેનિસ સાહેબને લેખિત ફરિયાદ આપી. વેનિસ સાહેબ સંસ્કૃતના જાણકાર હતા. પંડિતજીએ સંસ્કૃત ભાષામાં જ ફરિયાદ લખી હતી. પંડિતજીની ફરિયાદ સાચી છે એ જણાતાં વેનિસ સાહેબે એવો નિર્ણય આપ્યો કે હવેથી પંડિતજીની લેખિત નહિ, પણ મૌખિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org