________________
વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો
પંડિતજી દરભંગા ગયા ત્યારે ત્યાંના સંસ્કૃત રાજકીય વિદ્યાલયના પ્રિન્સિપાલ મહામહોપાધ્યાય ચિત્રધર મિશ્રને મળવા ગયા હતા. પંડિતજીને પોતાના અભ્યાસ માટે વાંચી આપે એવો એક વાચક જોઈતો હતો. એની તપાસ માટે તેઓ એમને મળવા ગયા હતા. ચિત્રધર મિશ્ર મોટા મીમાંસક હતા. તેઓ વયોવૃદ્ધ થયા હતા. પંડિતજી તેમને જ્યારે મળવા ગયા ત્યારે તેઓ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પંડિતજી ત્યાં જઈને બેઠા. ચિત્રધર મિશ્ર ભણાવતા હતા. ત્યારે વચ્ચે વચ્ચે થોડી થોડી વારે ટપટપ અવાજ થતો હતો. પંડિતજી જોઈ શકતા ન હતા એટલે પોતાના સાથીને પૂછ્યું કે આ ટપટપ અવાજ શાનો આવે છે ? સાથીદારે ધીમેથી કાનમાં કહ્યું, “અહીં માખીઓ ઘણી ઊડે છે. એટલે તેને મારવા ચિત્રધર મિટે લાંબા તાવેથા જેવું સાધન રાખ્યું છે. તેના વડે પાસે આવેલી માખીઓને તેઓ મારે છે.'
જન્મ જૈન એવા પંડિતજીને ચિત્રધર મિશ્રની માખી મારવાની આ ટેવ પ્રત્યે અણગમો થયો. એમનું દિલ દુભાયું. વળી એમને થયું કે પ્રાચીન સમયમાં મીમાંસકો પશુઓને યજ્ઞમાં હોમતા એ પરંપરા મીમાંસક ચિત્રધર મિશ્ર માક્ષિકાયજ્ઞના રૂપમાં ચાલુ રાખી હોય તેમ જણાય છે.
પંડિતજી ત્યાં હતા. એવામાં કોઈક માણસ ચિત્રધર પાસે પ્રાયશ્ચિત્ત લેવા આવેલો. એણે પોતાનું પાપ વર્ણવતાં કહ્યું કે એણે પોતાના નાના વાછરડાના ગળામાં દોરી ભરાવીને બાંધેલું. પણ ગળે ભીંસ આવતાં વાછરડું મરી ગયું. એટલે એ પ્રાયશ્ચિત્ત લેવા આવ્યો હતો. ચિત્રધરે એ માણસને કેટલાક માઈલ દૂર આવેલી ગંગા નદી સુધી ઉઘાડા પગે જઈ, ગંગાજીમાં સ્નાન કરીને દાન કરવું એવું પ્રાયશ્ચિત્ત આપેલું. એ દિવસોમાં મિથિલા અને બંગાળનાં ગામડાંઓના હિંદુઓમાં ડગલે ને પગલે પ્રાયશ્ચિતની વાત આવતી. પંડિતો પ્રાયશ્ચિત્ત બતાવવા અને બદલામાં દાનદક્ષિણા માગતા. ઉત્તર ભારતના નાનામોટા અનેક પંડિતો ત્યારે આવાં પ્રાયશ્ચિત્તો દ્વારા પોતાની આજીવિકા મેળવતા, અને એના ઉપર નભતા હતા.
મિથિલામાં પંડિતજીને ન્યાયનો અભ્યાસ કરવો હતો. પંડિતજી એક દિવસ ચિત્રધર મિશ્રના ઘરેથી પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં બીજા એક પંડિતજી મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org