________________
વિશેષ વિદ્યાભ્યાસના અનુભવો • ૬૫ પંડિતજીનું લક્ષ્ય હવે અન્ય ગ્રંથો વાંચવા તરફ અને જીવનના વ્યાપક વિષયો વિશે જાણવા તરફ વળ્યું હતું. તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “ન્યાયાલોક' જેવો અઘરો ગ્રંથ વાંચી ગયા અને પાશ્ચાત્ય ચિતંકો મિલ, હર્બર્ટ સ્પેન્સર જેવાના ગ્રંથોના હિંદી અનુવાદો પણ વાંચી ગયા.
- કાશીમાં રાજકીય, ધાર્મિક, સામાજિક, ઈત્યાદિ ક્ષેત્રની જાહેર સભાઓમાં પણ તેઓ જવા લાગ્યા અને જુદા જુદા વિષય પર વક્તાઓને સાંભળવા લાગ્યા, આર્યસમાજી, સનાતની, થિયોસોફિસ્ટ વગેરે સંસ્થાના કાર્યક્રમોમાં પણ તેઓ ઉપસ્થિત રહેવા લાગ્યા અને અંગ્રેજી આવડતું ન હોવા છતાં અંગ્રેજીમાં થતાં વ્યાખ્યાનો સાંભળવા પણ જતા. આ પ્રવૃત્તિઓની સાથે સાથે પોતે હિંદીમાં વ્યાખ્યાનો આપવાનો મહાવરો કેળવવા લાગ્યા. પંડિતજીને હજુ લેખનકાર્ય કરવાની ફાવટ આવી નહોતી, પણ એમના મિત્ર વ્રજલાલ હિંદીમાં લેખો લખતા થઈ ગયા હતા. આ રીતે પંડિતજીના વ્યક્તિત્વનું ઘડતર વ્યાપક ધોરણે થવા લાગ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org