________________
પાલનપુરમાં અધ્યાપનકાર્ય
પંડિતજીએ પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ ત્રીસની ઉંમર વટાવી ચૂક્યા હતા. આજીવિકા માટે હવે કંઈક કરવું જોઈએ એમ તેમને લાગતું હતું. પોતે અંધ એટલે કેટલીક મર્યાદાઓ આપોઆપ આવી ગઈ હતી. તેમને માટે પંડિત તરીકે ભણાવવાનો વ્યવસાય જ વધુ અનુકૂળ હતો. એ માટે તેઓ તપાસ કરતા હતા.
અગાઉ કાશીથી ગુજરાત જતાં પંડિતજી આગ્રા ઊતર્યા હતા. એ વખતે ત્યાંના ડાલચંદજીના નાના ભાઈ ચાંદમલજીનો અને એમના મિત્ર કન્નોમલજીનો પંડિતજીને પરિચય થયો હતો. કન્નોમલજી સુશિક્ષિત હતા, વેદાન્તી હતા અને વિવિધ વિષયો પર હિંદીમાં લેખો લખતા હતા. તેમના સાથેની મૈત્રીથી પંડિતજીને સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થનાં લખાણોનો પરિચય થયો હતો. કન્નોમલજી ગ્રંથ વાંચતા અને પંડિતજીને સંભળાવતા.
આગ્રામાં એક વખત ચાંદમલજીએ પંડિતજીને અને વ્રજલાલને લાલા વૈજનાથનો પરિચય કરાવ્યો. લાલા વૈજનાથ ન્યાયાધીશ હતા. નિવૃત્ત થઈને તેઓ પોતાનું જીવન ગામથી દૂર એક ખેતરમાં લીમડા નીચે ગાળતા હતા. તેઓ પંડિતજી અને વ્રજલાલની સાથે વાતચીત કરતાં જ પ્રભાવિત થયા. પંડિત તરીકે તૈયાર થયેલા અને આજીવિકા માટે કામ શોધતા આ બે પંડિતોને પોતાની પાસે જ રાખી લેવાની ઇચ્છા એમણે દર્શાવી. લાલા વૈજનાથ સ્વામી રામતીર્થના ચુસ્ત ભક્ત હતા. સ્વામી રામતીર્થે હૃષીકેશમાં જીવનની અંતિમ અવસ્થામાં ગંગાજીમાં જળસમાધિ લીધેલી. લાલા વૈજનાથે એમની સ્મૃતિમાં હૃષીકેશમાં એક આશ્રમ બંધાવેલો. લાલાજીએ આ બંને પંડિતો સમક્ષ દરખાસ્ત મૂકી કે તેઓ બંનેએ હૃષીકેશમાં રહેવું, વિદ્યાર્થીઓ આવે તેને ભણાવવા, પુસ્તકાલય ચલાવવું તથા આગંતુક મહેમાનોને વાચન પૂરું પાડવું. એમણે વળી કહ્યું કે જો તેઓ બંને આ નોકરી સ્વીકારી લે તો પોતાની મિલકતનો અડધો ભાગ તેમને આપવા માટે પોતાના વસિયતનામામાં પણ લખાણ કરવા તૈયાર છે. લાલાજીની આ દરખાસ્ત લલચાવનારી હતી. પરંતુ ચાંદમલજીએ બંનેને વિચારવા સમજાવ્યું, કારણ કે વ્રજલાલ તો વેદાંતી હતા. પણ પંડિતજી તો કોઈ જૈન વિદ્યાસંસ્થાને જ પોતાની સેવાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org