________________
પાલનપુરમાં અધ્યાપનકાર્ય - ૬૯ વ્યાકરણ, કાવ્યાલંકાર, જ્યોતિષ વગેરેના ગ્રંથોનો અભ્યાસ પણ તેઓ પંડિત પાસે જ કરતા હોય છે અને છતાં એ વિષયના પોતાના અજ્ઞાન માટે જરા પણ ક્ષોભ અનુભવતા નથી.
શ્રાવિકાબહેનને ઉપાશ્રયમાં સાધુઓ સાથે વિદ્યાભ્યાસ કરાવવા માટે શ્રી હંસવિજયજીની સંમતિ લેવાની પંડિતજીને કોઈ જરૂર જણાઈ નહિ. શ્રી હંસવિજયજીએ એનો વિરોધ ન કર્યો, પરંતુ શ્રાવકોમાં કચકચ ચાલી એટલે કેટલાક સમય પછી એમણે મૃદુતાથી સૂચન કર્યું કે વિદ્યાભ્યાસમાં બીજા કોઈ ન આવે તો સારું. આથી પંડિતજીએ એ શ્રાવિકાબહેનને એમના ઘરે જઈને “વિશેષાવશ્યક ભાષ્ય” ભણાવવાનું ચાલુ કર્યું. પરંતુ એથી સમાજમાં વિવાદ થયો હતો.
આવી કેટલીક નાજુક બાબતોનો વિવાદ જ્યારે સમાજમાં ઊપડે છે, ત્યારે જાણે મધપૂડો છંછેડ્યો હોય એવી સ્થિતિ સર્જાય છે. પાલનપુરમાં તો એની ચકચાર ચાલી. પણ ઠેક મુંબઈમાં પણ શ્રી વિજયવલ્લભસૂરિજી સામે પણ સ્થાપિત હિતોએ ભારે ઊહાપોહ જગાડ્યો, આવા વિવાદમાં આ અધ્યાપનકાર્ય છોડી દેવાની પંડિતજીની ઇચ્છા હતી, પરંતુ તેઓ જ્યારે મુંબઈ શ્રી વિજયવલ્લભસૂરિજીને મળવા ગયા ત્યારે શ્રી વલ્લભસૂરિજીએ એમને સમજાવ્યા. જુનવાણી માનસ ધરાવનાર માણસોની ટીકાની ચિંતા ન કરતાં કુશળતાથી બાકીના બાર-પંદર દિવસમાં આ અધ્યાપનકાર્ય પૂરું કરવા કહ્યું, પંડિતજીએ પાલનપુર આવી એ કાર્ય પૂરું કર્યું. પણ એમને માટે માનપત્રનો કાર્યક્રમ સંઘ તરફથી યોજવાનું જે વિચારાયું હતું અને બધી તૈયારીઓ થઈ ચૂકી હતી તે સ્વીકારવાની એમણે સ્પષ્ટ ના કહી દીધી એટલે એવો કોઈ કાર્યક્રમ પછીથી યોજાયો નહિ.
સાધુઓને વિદ્યાભ્યાસ કરાવવાના પાલનપુરના આ કટુ અનુભવે પંડિતજી પાસે કેટલાક વ્યવહારુ અને દઢ સંકલ્પો કરાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org