________________
પાલનપુરમાં અધ્યાપનકાર્ય - ૬૭ આપવા ઇચ્છતા હતા. એટલે વિચાર કરીને હૃષીકેશની સંસ્થામાં જોડાવાનું તેઓએ માંડી વાળ્યું.
દરમિયાન પાલનપુર ભણાવવા માટે જવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એ દિવસોમાં મૂર્તિપૂજક જૈન સંપ્રદાયમાં શ્રી વિજયવલ્લભસૂરિજી પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. જૈન ગૃહસ્થોમાં વિદ્યાનું તેજ ઓછું હતું એટલે તેઓને ધાર્મિક શિક્ષણ સારું આપી શકે એવા પંડિતોની આવશ્યકતા હતી. બીજી બાજુ જૈનોએ વ્યાવહારિક કેળવણીમાં પણ આગળ વધવું જોઈએ એમ તેઓ માનતા હતા. આમ, વ્યાવહારિક અને ધાર્મિક એવી બંને પ્રકારની કેળવણી વિદ્યાર્થીઓને સારી રીતે આપવી હોય તો જ્યાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો રાત્રિ-દિવસ સાથે રહેતા હોય એવાં ગુરુકુળોની સ્થાપના કરવી જોઈએ એવો એમનો મત હતો. શ્રી વિજયવલ્લભસૂરિજીએ પંજાબના પોતાના વિચરણ દરમિયાન નિહાળ્યું હતું કે આર્યસમાજીઓનાં ગુરુકુળોમાં વિદ્યાભ્યાસનું ઘણું કાર્ય થઈ રહ્યું છે. એટલે એમણે જૈન સમાજ પાસે એવી સંસ્થાઓનું નિર્માણ કરવા માટે ભલામણ કરી હતી. એમની પ્રેરણાથી જ પછી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ હતી.)
વિ. સં. ૧૯૬૯માં શ્રી વિજયવલ્લભસૂરિજી એ પોતાની આ યોજનાને વેગ આપવા મુંબઈમાં ચાતુર્માસ કર્યું હતું. એ વખતે વ્રજલાલ અને પંડિતજી કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પંડિત તરીકે તૈયાર થયા હતા. એમની સેવાનો લાભ લેવાનું શ્રી વિજયવલ્લભસૂરિજીએ વિચાર્યું અને વ્રજલાલને મુંબઈ બોલાવ્યા હતા. એમની સાથેની વાતચીતથી એવો નિર્ણય લેવાયો કે પંડિતજી જો કાશી છોડીને આવી શકે અને તેઓ શ્રી વિજયવલ્લભસૂરિજીના શિષ્યોને ચાતુર્માસમાં પાલનપુરમાં આવીને ભણાવી શકે તો એ માટે રહેવા-જમવા વગેરેની બધી વ્યવસ્થા ગોઠવી શકાય.
- પંડિતજીએ એ નિમંત્રણ સ્વીકાર્યું અને તેઓ પાલનપુર પહોંચ્યા. પરંતુ પાલનપુરની સાંપ્રદાયિક સ્થિતિ થોડી જુદી હતી. ત્યાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક બંને સંપ્રદાયનાં ઘર ઠીક ઠીક સંખ્યામાં હતાં. બંને સંપ્રદાયો બહુ ચુસ્ત અને પરસ્પર દ્વેષ અને દુરાગ્રહવાળા હતા. એ વખતે મૂર્તિપૂજકોમાં શ્રી હંસવિજયનું ચાતુર્માસ હતું, તો સ્થાનકવાસીઓમાં સુપ્રસિદ્ધ શતાવધાની કવિ અને પ્રખર વ્યાખ્યાતા એવા શ્રી રત્નચંદ્રજીનું ચાતુર્માસ હતું. રત્નચંદ્રજી ઘણા ઉદાર દષ્ટિવાળા હતા, પણ એમના અનુયાયીઓ ઉગ્ર હતા.
પંડિતજી પાલનપુર આવ્યા ત્યારે એમનું કાર્ય શ્રી હંસવિજયજીને વિશેષાવશ્યક ભાષ્ય' ભણાવવાનું અને એમના એક શિષ્યને હેમચંદ્રાચાર્યના વ્યાકરણની બૃહદ્રવૃત્તિ શીખવવાનું હતું. જૈન સાધુઓ જ્ઞાની ગુરુ ભગવંતોનો જો યોગ ન હોય તો ગૃહસ્થ પંડિતો પાસે અભ્યાસ કરે એ પરંપરા જૂના વખતથી ચાલી આવે છે. વળી ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org