________________
૬૨ ૦ પંડિત સુખલાલજી લાડુ નહિ પણ દહીં વિશે પૂછવાનો રિવાજ પડી ગયેલો. પંડિતજી પણ મિથિલામાં રહ્યા પછી વધુ દહીં ખાતા થઈ ગયા હતા.
- મિથિલા બ્રાહ્મણ-પ્રધાન પ્રદેશ ગણાતો આવ્યો છે. ત્યાંના સનાતની બ્રાહ્મણો બહુ ચુસ્ત હોય છે. વિદ્યા તો જાણે મિથિલાના બ્રાહ્મણોને વરી ન હોય ! થોડાં ઘરોનું નાનું ગામ હોય, તો પણ બેચાર વિદ્વાનો તો મળી જ આવે. કાવ્ય, વ્યાકરણ, ન્યાય, દર્શનો,
જ્યોતિષ, આયુર્વેદ વગેરેના અધ્યયન સાથે ત્યાં તંત્રવિદ્યાની ઉપાસનાનું પ્રમાણ પણ ઠીકઠીક છે. અક્ષપાદ ગૌતમના તેઓ વંશજ છે. વૈદિક વિરુદ્ધ કોઈ પણ ગ્રંથ લખાય કે તેનો પ્રતિવાદ મિથિલામાં થયો જ હોય.
પંડિતજી પોતાની આત્મકથામાં લખે છે : “બુદ્ધ મહાવીરના સમયના કે કદાચ તેથી યે પહેલાંના સમયના વેદવિરોધી વિદ્વાનો મિથિલાના વૈદિક ધર્મ સામે ફાવ્યા ન હતા. આગળ જતાં મિથિલા અને મગધનો પ્રદેશ બે વિરોધી છાવણીઓમાં વહેંચાઈ ગયો. નાલંદા, ઉદન્તપુરી કે વિક્રમશિલા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોમાં કોઈ બૌદ્ધ વિદ્વાને વૈદિક દર્શનની મીમાંસા કરી કે તેનો ઉત્તર મૈથિલી પંડિતો આપે જ. લગભગ પંદરસો વર્ષમાં એવો ભાગ્યે જ કોઈ ગ્રંથ હશે કે જેનો પ્રતિવાદ મૈથિલી વિદ્વાનોએ તરત જ ન કર્યો હોય. ખરી રીતે આ કાળના સાહિત્યમાં એક બાજુ બૌદ્ધ અને બીજી બાજુ મૈથિલી દાર્શનિકો એમ સામસામે ઊભા છે. તે બંને પક્ષો એકમેક ઉપર સરસાઈ ભોગવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન કાળથી આજ લગી જનક વૈદેહીની મિથિલામાં જેટલું સાહિત્ય ઉદ્દભવ્યું છે ને હયાત છે, તેને જો છોડી દેવામાં આવે તો ભારતીય દર્શનોમાં પ્રાણ જ ન રહે. અતિ ગરીબીમાં પણ મિથિલાના બ્રાહ્મણો આ વિદ્યાપરંપરા સાચવી રહ્યા છે.'
મિથિલામાં પંડિતજીને બ્રાહ્મણોની લગ્નપ્રથા વિશે પણ અવલોકન કરવાની તક મળી હતી. આઝાદી પહેલાંનો એ જમાનો હતો. એક પત્નીનો કાયદો ત્યારે આવ્યો ન હતો. પંડિતજી જેમની પાસે ભણવા માટે ખિલવાડામાં રહ્યા હતા તે ગરીબ બ્રાહ્મણ પંડિતને અગિયાર પત્ની હતી. ઘર નાનું હતું, અને કુટુંબ ગરીબ હતું, તો પણ અગિયાર પત્નીનો સમાવેશ અને પોષણ કેવી રીતે થતાં હશે એ વિશે પંડિતજીને આશ્ચર્ય થયું હતું. પણ પછીથી ખબર પડી કે મિથિલામાં તો એક સિવાય બીજી પત્નીઓ પોતપોતાનાં પિયરમાં જ રહે. પતિ વારાફરથી એ દરેકને ઘરે થોડા થોડા દિવસ રહી આવે. અને દક્ષિણા ઉઘરાવી લાવે. એ દિવસોમાં મા-બાપ કન્યાને નવ-દસ વર્ષની થાય તે પહેલાં પરણાવી દેતાં. આઝાદી મળ્યા પછી એક પત્નીનો કાયદો આવી ગયો. પરંતુ ત્યાંનાં ગામડાંના કેટલાયે લોકો નજીક આવેલા નેપાળની સરહદમાં જઈને લગ્ન કરી લે છે કે જેથી કાયદાની દૃષ્ટિએ ગુનો ન ગણાય.
પંડિતજી અને વ્રજલાલ પાઠશાળા છોડી કાશીમાં જુદા રહેવા ગયા ત્યારે તેઓને લાગ્યું કે પોતાના અભ્યાસ અંગે તથા જીવનવ્યવહાર અંગે કોઈક વડીલ વિદ્વાન વ્યક્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org